માળીયા (મી) ના વેજલપર ગામે રહેતા યુવટીને હળવદના દેવળીયા ગામના પિતા પુત્ર ધરાર સગાઈ કરવામાટે અપહરણ કરવાની ધમકી આપતા હોય જેથી ફરિયાદ નોંધાવી છે.
જેમાં માળીયા (મી.) ના વેજલપર ગામે રહેતી યુવતીને હળવદના દેવળીયા ગામે રહેતા આરોપી પિતા પુત્ર અજયભાઈ ભરતભાઇ ભોરણીયા અને ભરતભાઇ દેવજીભાઈ ભોરણીયા (રહે.બન્ને જુના દેવળીયા તા.હળવદ) વાળા છેલ્લા છ મહિનાથી યુવતીના પિતાને ફોન કરીને યુવતીને સગાઈ કરવા માટે ધમકાવી રહયા છે અને જો તે સગાઈ નહિ કરે તો બન્ને બાપ દીકરીનું અપહરણ કરી જઈ બદનામી આપવાની પણ ધમકી આપી હતી..
જેથી માળીયા (મી) પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.