મોરબી તાલુકાના નીચી માંડલ ગામ નજીક આવેલ સેંગા સીરામીક ની બાજુમાં બાબુભાઇ પ્રભુભાઈ કુંડારીયા ના ખેતરમાંથી ગઈકાલે બપોરના સમયે આશરે ૪૦ વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતી જેના હાથ પર અંગ્રેજીમાં MINA ત્રોફાવેલ છે અને મધ્યમ બાંધો અને ગળામાં કાળો દોરો પહેરેલ છે મોરબી તાલુકા પોલીસ દ્વારા ઉપરોક્ત મૃતદેહ અજાણ્યા પુરુષનો હોવાથી મૃતકના ફિંગરપ્રિન્ટ લેવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.