Thursday, September 19, 2024
HomeGujaratમોરબી શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમુહલગ્નોત્સવ- યજ્ઞોપવિત...

મોરબી શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમુહલગ્નોત્સવ- યજ્ઞોપવિત સમારોહ સંપન્ન

મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા તારીખ ૧૨/૬/૨૨ ને રવિવાર ના રોજ ૧૮મો સમૂહ લગ્નોત્સવ અને સમૂહ યજ્ઞોપવિત સમારોહ ધામધુમ પુર્વક ઉજવાયો હતો.

- Advertisement -
- Advertisement -

જેમાં આ સંસ્થા દ્વારા છેલ્લા ૩૮ વર્ષથી નિયમિત દર બે વર્ષે સમસ્ત બ્રહ્મ પરિવારના દીકરા તેમજ દીકરીઓ માટે સમુહ લગ્નોત્સવ અને યજ્ઞોપવિત નુ આયોજન કરવામાં આવે છે.જેમાં આ સમારોહમા બે યુગલો એ પ્રભુતા માં પગલાં પાડ્યા હતા અને ૨૨ બટુકો એ યજ્ઞોપવિત ધારણ કર્યાં હતા.આ સમારોહ માં દીકરીઓ ને કરિયાવર માં ૧૩૫ થી વધુ વસ્તુ અને બટુકો ને ૩૦ થી વધુ વસ્તુઓ દાતાઓ તરફ થી આપવામાં આવેલ હતી તથા આ સમારોહ માં આચાર્ય પદે વિમલભાઈ જોશી, અમિતભાઈ પંડ્યા તથા આશિષભાઈ મહેતા દ્વારા વૈદિક મંત્રોચાર થી વિધિ સંપન્ન કરવામાં આવી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટ મોરબીના પ્રમુખ નરેન્દ્રભાઇ મહેતા તથા મહામંત્રી મધુસુદનભાઈ ઠાકર તેમજ સર્વે ટ્રસ્ટીઓએ ભારે જહેમત ઊઠાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!