મોરબી જિલ્લાના મોરબી, ટંકારા, વાંકાનેર અને માળીયા(મી) તાલુકામાં ભારતીય કિસાન સંઘ દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે જિલ્લામાં અમુક ખેડૂતોને હોર્સ પાવર આધારિત વીજળી મળી રહી છે જ્યારે અમુક ખેડૂતો ને વીજ મીટર આધારિત વીજળી મળે છે ત્યારે વીજ મીટર આધારિત ખેડૂતો ને નુક્શાની ભોગવવાનો વારો આવી રહ્યો છે જેથી મીટર આધારીત વીજળી મેળવતા ખેડૂતોને હોર્સ પાવર આધારિત વીજળી આપીને અપાતી વીજળીના દર માં એક સમાનતા લાવવા અને ખેડૂતોની આ સમસ્યા દૂર કરવા માટે ભારતીય કિસાન સંઘ દ્વારા મોરબી જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં આવેદન પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે.