Monday, November 25, 2024
HomeGujaratબદલીનો દોર:મોરબી જિલ્લાના પાંચ મામલતદાર-બે ચીફ ઓફિસરો અને બે મદદનીશ સરકારી વકીલની...

બદલીનો દોર:મોરબી જિલ્લાના પાંચ મામલતદાર-બે ચીફ ઓફિસરો અને બે મદદનીશ સરકારી વકીલની બદલી કરાઈ

ગઈકાલે સૌરાષ્ટ્ર ના ૪૧ સહિત ગુજરાત ભરમાં ૧૬૦ જેટલા મામલતદાર અને ગુજરાત ભરના ૩૨ જેટલા ચીફ ઓફિસરો ની સામુહિક બદલી કરવામાં આવી હતી જેમાં મોરબી જિલ્લામાં ફરજ બજાવતા પાંચ મામલતદાર ની બદલી કરીને તેમના સ્થાને નવા મામલતદાર ની નિમણુંક કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

જેમાં મામલતદારની બદલી માં જોઈએતો મોરબી જિલ્લાના માળીયા (મી) માં ફરજ બજાવતા ડી.સી.પરમારની કોટડા સાંગાણી ખાતે બદલી કરી તેમની જગ્યાએ અંજારથી બદલી પામીને આવેલા એ.બી.મંડોરી ને મુકવામાં આવ્યા છે અને મોરબી માં ચૂંટણી મામલતદાર તરીકે ફરજ બજાવતા એચ.બી.પરસાણીયા ની મોરબી કલેક્ટર કચેરી ખાતે બદલી કરવામાં આવી છે તેમની જગ્યાએ સાવરકુંડલા થી એફ.જે.માંકડા ને મુકવામાં આવ્યા છે તથા મોરબી ગ્રામ્ય માં બી.જે.જાડેજા ને જૂનાગઢ ખાતે બદલી કરીને તેમની જગ્યાએ જેતપુરમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા અને મામલતદાર તરીકે બઢતી પામેલા નિખીલ મહેતા ને મુકવામાં આવ્યા છે અને વાંકાનેર ના એસ.આર કેલૈયાની અમદાવાદ સાબરમતી ખાતે બદલી કરીને તેમની જગ્યાએ ગીરગઢડા થી યુ.બી.કાનાણી ને મુકવામાં આવ્યા છે તથા ટંકારાના એન.પી.શુક્લ ની બદલી કરીને તેમની જગ્યાએ લોધિકામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા અને મામલતદાર તરીકે બઢતી પામેલા કેતન સખીયાને મુકવામાં આવ્યા છે.

જ્યારે ચીફ ઓફિસરોની બદલીમાં મોરબી જીલાના હળવદ માં ચીફ ઓફિસર પાંચાભાઈ વી.માળી ની બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે બદલી કરવામાં આવી છે જ્યારે વાંકાનેર ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા તેજલબેન .કે.મૂંધવાને પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે મુકવામાં આવ્યા છે અને હાલ આ બન્ને ખાલી પડેલી જગ્યામાં કોઈ ચીફ ઓફિસરની નિમણુંક કરવામાં આવી નથી જેથી થોડા સમય પહેલા જેમ આ બન્ને નગરપાલિકા ઈન્ચાર્જ માં ચાલતી હતી તેમ જ ચાલશે તેવી શકયતાઓ જણાઈ રહી છે.

મોરબી જિલ્લાના બે મદદનીશ સરકારી વકીલની બદલી: બીજા જિલ્લામાંથી નવા પાંચ મદદનીશ સરકારી વકીલની નિમણુંક કરાઈ

સમગ્ર ગુજરાત માં મદદનીશ સરકારી વકીલ ની આંતરિક બદલીઓ કરવામાં આવી છે જેમાં મોરબી માં ફરજ બજાવતા નેહાબેન વાઘજીયાણી ની ચોટીલા ખાતે તેમજ વાંકાનેર માં ફરજ બજાવતા સી એલ દરજીની ખેડા ખાતે બદલી કરવામાં આવી છે આ ઉપરાંત મોરબી જિલ્લામાં અન્ય જિલ્લાઓ માંથી પાંચ મદદનીશ સરકારી વકીલને મુકવામાં આવ્યા છે જેમાં ધોળકા થી સુપલ શાહ,હિંમતનગર થી ચિસ્તી મોહમદ આરીફ ઇસ્માઇલ મિયા તેમજ અમદાવાદ મેટ્રો માંથી હર્ષેન્દ્ર પંચાલ ને મોરબી શહેરમાં અને આણંદથી કિશોરકુમાર ફટાણીયાને મોરબી શહેરમાં તથા માંડવી કચ્છ થી નીતિન જોગીને ટંકારા મુકવામાં આવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!