વાંકાનેરના લાલપર ગામ નજીક કારની ઠોકરે આધેડને ઈજા પહોંચી હોય જે બનાવ મામલે વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ વાંકાનેર તાલુકાના લાલપર ગામે શિવમ કોટન મિલમાં રહેતા માધાભાઈ દશરથભાઈ આદિવાસી (ઉ.વ.૫૦) પોલીસ ફરિયાદ નોંધાવી છે કે લાલપર ગામની ચોકડી પાસે કાર જીજે ૧૦ બીજી ૨૮૫૫ ના ચાલકે કાર પુરઝડપે ચલાવી માધાભાઈને અડફેટે લેતા તેને ગંભીર ઈજા પહોંચી હતી સીટી પોલીસે કાર ચાલક સામે અકસ્માતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.