મોરબીમાં જુના બસ સ્ટેશન નજીક આવેલ મછીપીઠ વિસ્તારમાં આશરે છ મહિના અગાઉ રોડ બનવાનો હતો ત્યારે પણ રોડ પર અડચણરૂપ અને ગેરકાયદેસર ખડકી દીધેલ છાપરા અને ઓટલાઓનું ડીમોલેશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જયારે તે બાદમાં રોડ બની ગયા બાદ ફરીથી આ ગેરકાયદેસર દબાણો ખડકી દેવામાં આવતા મોરબી નગરપાલીકા દ્વારા અઠવાડિયા પેહલા આ દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કરવા અલતીમેટમ આપતી નોટિસ પાઠવી હતી જેમાં કોઈએ દબાણ હટાવ્યા ન હતા જેથી આજે બપોરે મોરબી નગરપાલીકાનો સ્ટાફ જેસીબી સાથે ત્યાં પહોંચીને ડીમોલીશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઓટલા, છાપરા સહિતના દબાણો તોડી પાડવામાં આવ્યા હતા.આ દરમ્યાન એ ડીવીઝન પીઆઇ એમ પી પંડ્યા સહિતની ટિમ ડીમોલેશન માં જોડાઈ હતી અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.