Wednesday, September 18, 2024
HomeGujaratમોરબી જિલ્લા પોલીસનુ ગૌરવ:મહિલા સહિત બે પોલીસ કર્મચારીઓ માઉન્ટ એવરેસ્ટ ની બેઝિક...

મોરબી જિલ્લા પોલીસનુ ગૌરવ:મહિલા સહિત બે પોલીસ કર્મચારીઓ માઉન્ટ એવરેસ્ટ ની બેઝિક તાલીમ પૂર્ણ કરી

મોરબી જિલ્લા પોલીસ ના બે કર્મચારીઓ જેમાં મોરબી પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા મહિલા લોકરક્ષક ભૂમિકાબેન દુર્લભજીભાઈ ભૂત અને મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા પૃથ્વીરાજસિંહ જાડેજા એ ૨૪ કલાક જેટલા સમય સુધી સતત ચડાઈ કરીને સમુદ્ર તળથી ૧૫૮૦૦ ફુટ ની ઊંચાઈ પર આવેલ મનાલી પિક, લદાખી પિક અને પછી સેતીધાર પિક ના બેઝ કેમ્પ સુધી પહોંચ્યા છે.

- Advertisement -
- Advertisement -

આમ વાત કરીએતો આ બન્ને પોલીસ કર્મચારીઓએ અનેક વાર મોરબી જિલ્લા પોલીસના ગૌરવના સાક્ષી બન્યા છે જેમાં મહિલા લોકરક્ષક ભૂમિકાબેન દુર્લભજીભાઈ ભૂત સતત ચાર વર્ષથી ગિરનાર પર્વત પર યોજાતી આરોહણ અવરોહણ સ્પર્ધામાં પ્રથમ નમબરે આવીને ગોલ્ડ મેડલ જીત્યા છે અને અત્યાર સુધીમાં અલગ અલગ સ્પર્ધાઓમાં ઉત્તમ પ્રદર્શન કરીને ૨૨ ગોલ્ડમેડલ અને ૨ સિલ્વર મેડલ અને ૧ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરીને મોરબી પોલીસ નું ગૌરવ વધાર્યું છે.

ત્યારે બીજા પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસીંજ જાડેજાએ પણ અગાઉ વર્ષ ૨૦૧૯ માં ટંકારા પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા તે દરમિયાન ટંકારા તાલુકામાં અતિવૃષ્ટિ ને કારણે અનેક ગામોમાં પુરની પરિસ્થિતિ સર્જાઈ હતી જેમાં તેમણે પુરના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયેલા બે બાળકોને પોતાના બન્ને ખભે બેસાડીને પોતાના જીવના જોખમે પુરમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા જેમાં પણ તેમને અનેક મેડલ મળી ચુક્યા છે.

ત્યારે ફરી એક વખત મોરબી પોલીસના બન્ને કર્મચારીઓએ મોરબી જિલ્લા પોલીનું ગૌરવ વધાર્યું છે અને આ પ્રકારની ગૌરવ પૂર્ણ ક્ષણના સાક્ષી બનવામાં મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા પૂરતો સહયોગ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!