મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી જીઇબી દ્વારા પ્રિમોન્સૂન કામગીરી કરવાના નામે આઠ-દસ કલાક વીજળી કાપ આપવામાં આવ્યો હતો જેમાં લોકો ચૂપ રહ્યા હતા કેમ કે મેન્ટેનન્સ કરવું જરૂરી હતું અને આશા રાખી રહ્યા હતા કે એક વખત વીજકાપ ભોગવીને આખું ચોમાસુ શાંતિથી રહીશું પરન્તુ આટલી મુશ્કેલીઓ ભોગવવા છતાં સ્થિતિ ઠેર ની ઠેર રહી છે.
જેમાં આજે મોરબીમાં ધોધમાર વરસાદ ચાલુ થયો હતો અને હજુ ચોમાસાની સિઝનનો વરસાદ કહી શકાય એવો આ પહેલો વરસાદ આવ્યો ત્યારે વરસાદ ચાલુ થયાની સાથે જ શનાળા રોડની ૬૦ જેટલી સોસાયટી સહિત અડધા મોરબીમાં અંધકાર છવાઈ ગયો હતો અને વરસાદ રહી ગયા એક કલાક પછી પણ મોટાભાગના વિસ્તારોમાં હજુ વીજપૂરવઠો પૂર્વવત થયો નથી ત્યારે અગાઉ જે અસહ્ય બફારા વચ્ચે જીઈબીની ‘પ્રિ મોન્સૂન’કામગીરીના નામે મુકાયેલા આઠ દસ કલાક મુકાયેલા વીજકાપ માં લોકોએ મુશ્કેલી વેઠી અને છતાં પણ આજે વીજળીના પુરા પૈસાની ચુકવણી કરવા અને મેન્ટેનન્સ ના પણ પૈસાની ચુકવણી કરવા છતાં વીજળી વગર હાલાકી નો સામનો કરવો પડ્યો છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે અગાઉ ખરેખર પ્રિ મોન્સૂન કામગીરી કરવામાં આવી હતી કે નહીં ?કે પછી ફક્ત કાગળ પર અધિકારીઓને દેખાડવા માટે કાપ મુક્યો અને લોકોને પરેશાન કર્યા.હવે આ મુદ્દે તો કોઈ જીઈબીના ઉચ્ચ અધિકારી તપાસ કરે તો જ હકીકત જાણવા મળી શકે છે.