કરોડો રૂપિયાના વ્યાપાર સાથે જોડાયેલા દરિયાકાઠાના તમામ પોર્ટ ધણી ધોરી વગરના હોવાથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓએ માથું ઉચકયું : શુ અંગત સ્વાર્થ માટે પોર્ટ પર કોઈ અધિકારી મુકવામાં નથી આવ્યા ?
મોરબીમાં આવેલ ગુજરાત મેરિટાઈમ બોર્ડના નવલખી બંદર અન્ય બે બંદર ઓખા અને બેડી મળી કુલ ત્રણ બંદરો પર અધિકારીઓ ન હોવાથી હાલમાં રામ ભરોસે ચાલી રહ્યા છે જેમાં જુદા જુદા પ્રકારના રાજકીય વગ ધરાવતા પદાધિકારીઓ દ્વારા ગેરકાયદેસર રીતના કોન્ટ્રાક્ટ મંજુર કરવાનું દબાણ કરતા આ સ્થિતિ ઉભી થઇ હોવાની ચર્ચાઈ જોર પકડ્યું છે.
આ ત્રણેય બંદરો કરોડો રૂપિયાની આવક અને ધંધાકીય વ્યાપાર સાથે સિધો નાતો છે આ ત્રણ બંદરો પર આવેલ પોર્ટ ઓફિસમાં હાલમાં કોઈ પોર્ટ ઓફિસર જ નથી જેને લઈને ત્રણેય પોર્ટ પરના તંત્ર ખોરંભે ચડી ગયા છે જેથી આ બંદરો પર કંટ્રોલ રાખી શકે તેવા કોઈ બાહોશ અધિકારીની તાતી જરૂરિયાત ઉભી થઈ છે તથા ત્રણેય પોર્ટ પર પોર્ટઓફીસ પર કેપ્ટન નીરજ હિરવાણી પોર્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા પરન્તુ રાજકીય દબાણના લીધે ઉપરી અધિકારીઓ દ્વારા સતા બહારના કામો કરવાનું દબાણ કરવામાં આવતું હતું અને આથી કંટાળીને કેપટન હિરવાણીએ રાજીનામુ આપ્યું હોવાની ચર્ચાઓ જોરશોરથી છે જો કે કેપટન નીરજ હિરવાણી નું રાજીનામુ તંત્ર દ્વારા સ્વીકારવામાં આવ્યું ન હતું જેથી નીરજ હિરવાણી હાલ રજા પર ઉતરી ગયા હોવાની માહિતી સત્તાવાર સુત્રોમાંથી પ્રાપ્ત થઈ છે જેમાં હાલમાં ગુજરાત મેરિટાઈમ બોર્ડ ગાંધીનગર વાઇસ ઈન્ચાર્જ ના પતિના અંગત અને પ્રાઈવેટ જેટી સેલના ઈન્ચાર્જ એવા ઘનશ્યામભાઈ પાઠક નામના વ્યક્તિ રજા પર ઉતરી ગયેલ પોર્ટ ઓફિસરની જગ્યાએ કામગીરી સંભાળી રહ્યા છે જેના મનસ્વી વલણથી ગુજરાત મેરિટાઇમ બોર્ડના તમામ અધિકારીઓ ત્રસ્ત થઈ ગયા હોવાની ચર્ચાઓ એ પણ જોરશોરથી ઉઠી છે અને પોર્ટ ઓફિસર નીરજ હિરવાણી ના રાજીનામાં પાછળ પણ આ અધિકારીનો ત્રાસ હોવાનું પણ ચર્ચાનો વિષય બન્યો છે આ ઘનશ્યામ પાઠક નામના અધિકારીને અહીંયા મુકવા પાછળ કંઈક રહસ્ય હોવાનું પણ ગુજરાત મેરિટાઇમ બોર્ડના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓમાં ચર્ચાઇ રહયું છે.જો કે આ રહસ્ય શુ છે એ તો આગામી સમય જ બતાવશે હાલ આ ત્રણેય બંદરો ધણી ધોરી વગરના છે જેને લઈને મહત્વના ગણવામાં આવતા દરિયાઈ કાંઠાઓ પર ખુલ્લેઆમ ગેરકાયદેસર પ્રવૃત્તિઓએ માથું ઉચકયું છે.શુ આ તમામ પોર્ટ ઓફિસ પર કોઈ સારા અધિકારી મુકવામાં આવશે કે કેમ એ મોટો પ્રશ્ન છે.