ગઈકાલે international day against drug abuse and Illicit trafficking દિવસ ના ભાગ રૂપે અલગ અલગ સ્કૂલ કોલેજ સહિતની જગ્યાઓ મોરબી જિલ્લા પોલીસ દ્વારા સેમિનાર યોજાયો હતો.
જેમાં મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી ના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઇ જે એમ આલ અને એસઓજી ની ટીમ દ્વારા જુદી જુદી સ્કૂલ કોલેજમાં વિદ્યાર્થીઓ ને ડ્રગ્સનું સેવન ન કરવા અને જો ડ્રગ્સની ચૂંગલમાં ફસાયા હોય તો તેને કેમ બહાર લાવવા એ વિશે માહિતી અપાઈ હતી અને મોરબી જિલ્લામાં છેવાડાની વસાહત નબલખી પોર્ટ પાસે માછીમારો સાથે બેઠક કરીને દરિયામાંથી ડ્રગ્સની ઘૂસણખોરી અટકાવવા સજાગ રહેવા અંગે કોસ્ટગાર્ડ ને સાથે રાખીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ટ્રાન્સપોર્ટ ના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો અને ટ્રક ડ્રાઇવર ને અલગ અલગ હોટેલ અને ધાબા પર જઈને આવી પ્રવૃત્તિ થી દુર રહેવું અને જો આવી પ્રવૃત્તિની માહિતી મળે તો તુરંત પોલીસને જાણ કરવા માટે માહિતગાર કરાયા હતા.
વધુમાં મોરબી પોલીસ દ્વારા જિલ્લામાં અલગ અલગ સ્થળોએ હોર્ડિંગ્સ લગાવીને અને સોશિયલ મીડિયા મારફતે જાગૃતિ સંદેશ આપી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને જો આવી કોઈ પ્રવૃત્તિ ઓ બાબતે કોઈને જાણકારી મળે તો તાત્કાલિક મો.નં.૭૪૩૩૯ ૭૫૯૪૩ પર મોરબી એસોજીનો સંપર્ક કરવા મોરબી જિલ્લાની જનતાને અપીલ કરવામાં આવી છે.