મોરબી: મોરબી જિલ્લામાં ભીમ અગિયાર અને અષાઢી બીજ ગઈ છતાં મેઘરાજા મન મુકીને વરસતા નથી. દરમિયાન આજે સવારથી મોરબીમાં મેઘાડંબર છવાયું છે. પણ ટંકારા અને વાંકાનેરમાં મેઘમલ્હાર એટલે વરસાદ થયાનો અહેવાલ મળ્યા છે. સરકારી ચોપડે નોંધાયેલો વરસાદ મુજબ ટંકારમાં બપોરના સમયે 22મિમી, વાંકાનેર 11 મિમી અને માળિયામાં 8 મિમી વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે