વાંકાનેર પોલીસે ચારેય બાળકોના વાલી વારસ શોધી કાઢ્યા
વાંકાનેર: વાંકાનેરના હશનપર ગામેથી ચાર બાળકો તેના પરિવારથી વિખુટા પડી ગયેલ હતા. આથી પોલીસે ચારેય બાળકોના માતા-પિતાને શોધી કાઢી આ ચારેય બાળકોનું તેમના માતાપિતા સાથે ફરી મિલન કરાવ્યું હતું.
મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી સાહેબ દ્વારા મોરબી જીલ્લામાં બાળકો તથા મહીલાઓની સમસ્યા (પ્રશ્નો) દુર કરવા સુચના કરેલ હોય જેથી મદદનીશ પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલના માર્ગદર્શન હેઠળ સી ટીમના માણસોને અસરકારક કામગીરી કરવા સુચના આપતા સી ટીમના માણસો કામગીરી કરવા પ્રત્યનશીલ હોય અમો પો.ઈન્સ એન.એ.વસાવા અત્રેના પો.સ્ટેના સી ટીમના પોલીસ કર્મચારીઓ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન વાંકાનેર જીનપરા જકાતનાકા પાસેથી ચાર બાળકો ઉવ.૫ થી ૧૦ વર્ષ વાળાઓ મળી આવેલ હતા. જેની પુપરછ કરતા તે ખોવાઈ ગયેલ અને પોતાનુ ઘર નહી મળતુ હોવાનુ જણાવતા હોય અને તેના વતન અંગે માહીતી મેળવતા તે હશનપર ગામના વતની હોય જેમા અંજલીબેન રોહીતભાઈ દરદરા ઉવ.૧૦, રીંકુબેન રોહીતભાઈ દરદરા ઉવ.૮, રોશનીબેન રોહીતભાઈ દરદરા ઉવ.૬, રાજવીરભાઈ રોહીતભાઈ દરદરા ઉવ.૫ વર્ષ વાળાઓ હોવાનુ જણાવતા તેની તપાસ કરી તેના વાલી વારસ સાથે મીલાપ કરાવી ચારેય બાળકોને પરત સોપી આપેલ છે.