CRPF ની 40 જવાનોની ટુકડી અને એ ડીવીઝન પીએસઆઇ ચુડાસમાં સહિતના 50 પોલીસકર્મીઓ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગમાર્ચ કરી પરિસ્થિતિ નો તાગ મેળવ્યો
મોરબી માળીયા વિધાનસભા પેટા ચૂંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા મામલે પોલીસ સતર્ક થઈ છે ત્યારે પોલીસે તમામ વિસ્તારમાં ચેકિંગ અને પેટ્રોલિંગ વધારી દીધું છે જેમાં આજે CRPF ટુકડીનું મોરબીમાં આગમન થયું હતું અને પોલીસ સાથે ફૂટ પેટ્રોલિંગ કર્યું છે જેમાં CRPF ના જવાનોએ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં કર્યું ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું પોલીસ અને CRPF ના જવાનોએ એ ડીવીઝન વિસ્તારમાં આવેલા કાલિકા પ્લોટ, વજેપર,મકરાણી વાસ સહિતના મુખ્યમાર્ગ પર ફ્લેગમાર્ચ કર્યું હતું અને તમામ વિસ્તારોનો તાગ મેળવ્યો છે મોરબીમાં આજે CRPF ની એક ટુકડી ના 40 જવાનો અને પોલીસકાફલાએ ફૂટ પેટ્રોલિંગ કરી અને ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય એ માટે નાનામાં નાની ગતિવિધિઓ પર નજર પણ પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે મોરબી એસપી એસ આર ઓડેદરા ડીવાયએસપી રાધિકા ભારાઈ સહિતની ટિમો સાથે મળી ફૂટ પેટ્રોલિંગ કરી સ્થિતીનો તાગ મેળવ્યો હતો ત્યારે આજે એ ડીવીઝન પીએસઆઈ એન બી ચુડાસમા સહિતની ટીમોએ CRPF ટુકડીના જવાનો સાથે મળી શહેરભરમાં ફ્લેગમાર્ચ કર્યું હતું