હળવદના સુપ્રસિદ્ધ કંસારિયા હનુમાનજી મંદિરના મહંત પૂજ્ય સંતપુરી બાપુ જે ભુરીયા બાપુના નામથી પણ જાણીતા હતા તેઓ ગઇકાલે બ્રહ્નલીન થતા આજે સવારે તેઓની પાલખી યાત્રા યોજાઈ હતી જેથી દરેક ભાવિક ભક્તો તેમના અંત્તિમ દર્શન કરીને ભાવુક થયા હતા અને ભારે હૈયે પૂજ્ય બ્રહ્નલીન બાપુને શ્રધાંજલિ અર્પણ કરી હતી.
જેમાં આ પાલખી યાત્રા વાજતે ગાજતે અને અબીલ ગુલાલની છોળો વચ્ચે હળવદ ની મુખ્ય બજાર માં થઈને શ્રી કંસારીયા હનુમાનજીએ પહોંચી હતી અને ત્યાં બ્રહ્નલીન પૂજ્ય સંતરામ બાપુ (ભુરીયા બાપુના)પાર્થિવ દેહને સમાધિ આપવામાં આવી હતી જેમાં ગુજરાત અને દેશ ભર માંથી સંતો મહંતો અને સેવકગણ હાજર રહ્યા હતા તથા હળવદ ગામ ના રાજકીય સામાજિક આગેવાનો આ પાલખી યાત્રા માં જોડાયા હતા.