મોરબી મનપાની ગત તા.૧૫/૧૦ ના રોજ યોજાયેલ સામાન્ય સભામાં મનપા વિસ્તાર માં આવતા લીલાપર ચોકડી પાસે સર્કલ નું નામ ભારતીય સૈન્ય ના ભોમિયા રણછોડાસ પગી તેમજ મોરબી શનાળા રોડ પર આવેલ હાઉસિંગ બોર્ડ મેઈન રોડ નું નામ પરબતભાઈ રબારી માર્ગ તરીકે નામકરણ કરવામાં આવ્યું છે અને આ બંને જગ્યાએ સ્ટેચ્યુ મુકવાના ખર્ચ સમસ્ત મચ્છુ કાંઠા રબારી સમાજ(સમરસ) ટ્રસ્ટ દ્વારા આપવામાં આવશે તેમ જણાવાયું છે.






