Friday, October 16, 2026
HomeGujaratહળવદમાં સોશિયલ મીડિયામાં છરી અને પિસ્તોલ જેવા દેખાતા હથિયારો બે યુવકોનો વીડિયો...

હળવદમાં સોશિયલ મીડિયામાં છરી અને પિસ્તોલ જેવા દેખાતા હથિયારો બે યુવકોનો વીડિયો વાયરલ

ભવાની મંદિર પાસેનો વીડિયો વાયરલ થતાં પોલીસ તપાસનો ધમધમાટ શરૂ; પિસ્તોલ અસલી છે કે નકલી તે તપાસનો વિષય

- Advertisement -
- Advertisement -

હળવદ: સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે યુવાનો દ્વારા હથિયારો સાથે વીડિયો બનાવવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. હળવદ શહેરમાં આવેલા ભવાની મંદિર પાસે બે યુવાનોનો હથિયારો સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી છે.

હળવદના આ વાયરલ વીડિયોમાં એક યુવકના હાથમાં છરી અને બીજા યુવક પાસે પિસ્તોલ જેવું દેખાતું હથિયાર જોવા મળી રહ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સ્થાનિક સ્તરે ચર્ચા શરૂ થઈ છે.વીડિયોમાં દેખાતું પિસ્તોલ જેવું હથિયાર અસલી છે કે નકલી, તેમજ બંને યુવાનો કોણ છે અને કયા હેતુથી આ વીડિયો બનાવવામાં આવ્યો હતો, તે સહિતના મુદ્દાઓ હાલ તપાસનો વિષય બન્યા છે.વીડિયો વાયરલ થયા બાદ પોલીસ તંત્ર પણ સક્રિય બન્યું છે અને સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પોલીસ તપાસ બાદ જ હથિયારની વાસ્તવિકતા અને વીડિયો બનાવનારા યુવાનો અંગે વધુ વિગતો સામે આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!