ચાર શખ્સોએ કંપનીનો કોલસો છળકપટથી મેળવીને છુંમંતર થઇ ગયાની ફરિયાદ
મોરબી: મોરબી જિલ્લાના માળીયા નજીક આવેલા નવલખી બદરે એક કંપનીનો કિંમતી કોલસો ચોરાયો હોવાની ઘટના બહાર આવી છે. જેમાં નવલખી બંદરે વે-બ્રિજના કર્મીની મદદથી ૩ લાખથી વધુનો કોલસો ભરી ટ્રક બરોબર રવાના થઈ ગયો હતો અને ચાર શખ્સોએ કંપનીનો કોલસો છળકપટથી મેળવીને છુંમંતર થઇ ગયાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
માળીયામીં. પો.સ્ટે.માં ફરીયાદી સંજયભાઇ કરમશીભાઇ ખીંટ ઉ.વ. ૩૩ ઘંઘો-પ્રાઇવેટ નૌકરી રહે.વવાણીયા, ભરવાડ વાસ, તા.માળીયા મીયાણાવાળાએ આરોપીઓ ટ્રકનં જી જે બાર એ ઝેડ આઠ જીરો આઠ આઠ ના ડ્રાઇવર હરેશભાઇ ભરતભાઇ કોળી રહે.મોટા દહીસરા હાલ રહે.મોરબી, જીતેન્દ્રાભાઇ ઘનશ્યામભાઇ ખીમાણીયા રહે.વવાણીયા, ચીરાગભાઇ ઘનશ્યામભાઇ ખીમાણીયા રહે.વવાણીયા તથા કાનાભાઇ ગોવીંદભાઇ આહીર રહે-મોટા દહીસરા સામે ફરિયાદ નોંધાવેલ કે, ગત ૧૬/૦૭/૨૦૨૨ ના રાત્રીના સમયે જયદીપ એસોસીએટ પ્રાઇવેટ લીમીટેડ કંપનીમા ,નવલખી પોર્ટ બાજુમા આરોપીઓટ્રક નંબર જી.જે.૦૩.બી.ટી.૮૯૦૩ વાળીનુ ટોકન તથા લોડીગ સ્લીપ તથા આઉટ ગેટ પાસ હોવાનુ જાણતા હોવા છતા ટ્રક નં-જી.જે.૧૨.એ ઝેડ.૮૦૮૮વાળીમા કોલસો ભરી લઇ જવા માટે અગાઉ થી ગુનાહીત કાવતરુ રચી પોતાનો સમાન ઇરાદો પાર પાડવાના હેતુથી ટોકન તથા લોડીગ સ્લીપ તથા આઉટ ગેટ પાસનો પોતાના હવાલાવાળી ટ્રક માટે ખોટી હોવાનુ જાણતા હોવા છતા કોલસો આસરે ૪૧.૬૦૦ ટન કિ.રૂ.૩,૩૨,૦૦૦ નો છળ કપટ પુર્વક મેળવી ટોકન તથા લોડીગ સ્લીપ તથા આઉટ ગેટ પાસનો ખરા તરીકે ઉપયોગ કરી છેતરપીંડી કરી હતી.