મોરબી : મોરબી એલસીબીએ આજે બાતમીના આધારે વાંકાનેરના જૂના ઢુવા ગામે આવેલ વાડીની ઓરડીમાં જુગારની રેઇડ પાડી જુગાર રમતા બાર ઇસમોને રોકડા રૂ. ૨,૦૭,૦૦૦ તથા મોટર સાયકલ મળી કુલ.રૂ. ૩,૧૭,૦૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી આગળની તપાસ હાથ ધરેલ છે.
મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ જિલ્લામાં ચાલતી જુગારની બધી સદંતર નાબુદ કરવા અંગે એલસીબી પીઆઈ એમ.આર.ગોઢાણીયાને જરૂરી સુચના આપતા તેમના માર્ગદર્શન તથા સુચના મુજબ એલ.સી.બી. મોરબીના પીએસઆઈ એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફના માણસો કાર્યરત હતા. દરમ્યાન એલસીબી સ્ટાફને મળેલ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના જુના ઢુવા ગામે સ્મશાન સામેના ભાગે મોરીયુ તરીકે ઓળખાતી વાડીની ઓરડીમાં રેઇડ કરી આરોપી રવિરાજસિંહ પ્રતાપસિંહ સિંધવ, માધવસિંહ ગગજીભાઇ રાઠોડ, ગીરીશભાઇ ઉર્ફે ગૌતમ મેઘરાજભાઇ મોહીનાણી, ધીરૂભાઇ ભલાભાઇ રોજાસરા, મેહુલસિંહ પ્રતાપસિંહ રાઠોડ, મયુરભાઇ પરસોતમભાઇ ભાડજા, કુલદિપભાઇ અજીતભાઇ પરમાર, કિશનભાઇ વશરામભાઇ ચનીયારા, જાવેદભાઇ ગુલામભાઇ સિપાઇ, કુતબેઆલમ રસુલભાઇ સિપાઇ, પૃથ્વીરાજભાઇ નીતીશભાઇ ચૌહાણ, રાજદાનભા લાલુદાન ગુઢડા રહે. બધા ઢુવા તા.વાંકાનેર જી.મોરબી વાળાઓને ગજીપતાના પાના નંગ-૫૨ તથા રોકડા રૂ.૨,૦૭,૦૦૦/- તથા મોટર સાયકલ-૦૪ કી.રૂ. ૧,૧૦,૦૦૦/ મળી કુલ કી.રૂ. ૩,૧૭,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી વાંકાનેર તાલુકા પોલીસ મથક ખાતે જુગાર ધાર કલમ ૪-૫ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરીમાં એલસીબી પીઆઈ એમ.આર.ગોઢાણીયા તથા પીએસઆઈ એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી., પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ/AHTU સહિતનો સ્ટાફ જોડાયો હતો.