Monday, May 20, 2024
HomeGujaratહળવદ રુદ્ર ટાઉનશિપ મા વીસ દિવસથી પાણીના ધાંધિયા- મહિલાઓ રજૂઆત કરવા નગરપાલિકા...

હળવદ રુદ્ર ટાઉનશિપ મા વીસ દિવસથી પાણીના ધાંધિયા- મહિલાઓ રજૂઆત કરવા નગરપાલિકા દોડી આવી

હળવદ શહેરના સરા રોડ પર આવેલ રુદ્ર ટાઉનશીપ માં પાણીનો પ્રશ્ન, છેલ્લા 20 દિવસથી પાણી ન આવતું હોવાની મહિલાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હળવદ સરા પર આવેલ સોસાયટીમાં નર્મદા કેનાલ ચાલુ હોય તો પાણી કલાકો સુધી આવે પરંતુ નર્મદા કેનાલ બંધ થાય એટલે પાણીના ધાંધિયા યથાવત છે.

- Advertisement -
- Advertisement -

હળવદ સરા રોડ આવેલ રુદ્ર ટાઉનશીપ માં છેલ્લા 20 દિવસથી પાણી ન આવતું હોવાને કારણે સોસાયટીના રહીશો તેમજ મહિલાઓ દ્વારા નગરપાલિકા ખાતે પ્રમુખને રજૂઆત કરવામાં આવી અને જો આગામી દિવસોમાં યોગ્ય નિકાલ નહીં થાય તો રોડ રસ્તા પર ઉતરી માટલા ફોડ કરવામાં આવશે તેવી પણ ચીમકી આપવામાં આવી, ત્યારે પાલિકાના સભ્યો દ્વારા વાલા દવલાની નીતિ કરતા હોવાનું પણ આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો અમુક સોસાયટીમાં સભ્યો દ્વારા રાત્રીના બે વાગ્યા સુધી પાણીના ટેન્કરો પહોંચાડવામાં આવે છે અને આ સોસાયટીના લોકો સાથે ઓરમાયું વર્તન કરતા હોય તેઓ પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો જ્યારે નગરપાલિકાના પ્રમુખ દ્વારા તાત્કાલિક ધોરણે પાણી આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!