મોરબી : મોરબી જિલ્લા પોલીસ દ્વારા મોરબી જિલ્લામાં ટ્રાફીક નિયમ ભંગ બદલ આપવામાં આવેલ ઇ-મેમો નહી ભરનારા લોકો સામે કોર્ટ કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી છે અને જેથી હવે જેના ઈ મેમો બાકી છે તેમને હજુ છેલ્લો મોકો આપવામાં આવ્યો છે છતાં પણ મેમો નહિ ભરો તો હવેથી વાહનચાલક કે માલિક વિરૂધ્ધ કોર્ટ રાહે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
જેથી મોરબી પોલીસ દ્વારા મળેલ ઇ-મેમોનો દંડ સત્વરે ભરવા જણાવવામાં આવ્યું છે.જો આપનો ઈ-મેમોનો દંડ ભરવાનો બાકી હોય તો નીચેના સરનામે રૂબરુ જઇ ભરી શકો છો. ટ્રાફીક શાખા- રૂમ નં-૧૧ પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, જીલ્લા સેવાસદન કેમ્પસ, સો-ઓરડી સામે, મોરબી ર સમય. સવારના ૦૯/૦૦ થી સાંજના ૦૮/૦૦ વાગ્યા સુધી. શનાળા પોલીસ ચોકી, ઉપરના માળે, છોટાલાલ પેટ્રોલ પંપની બાજુમા, શનાળા રોડ, મોરબી-૧ સમય- સવારના ૧૦/૦૦ થી સાંજના ક.૦૭/૦૦ વાગ્યા સુધી
ઓનલાઇન ઇ-મેમો ચેક કરવા અને ભરવા માટે પ્લે સ્ટોર પરથી VISWAS નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અથવા https://echallanpayment.gujarat.gov.in/ લીંક પરથી ઓનલાઇન પેમેન્ટ પણ કરી શક્યો. ઇ-મેમો બાબતે કોઇ પ્રશ્ન હોય તો ટેલીફોન નં-૦૨૮૨૨-૨૪૨૬૨૫ અથવા ઇ-મેઈલ [email protected] પર સંપર્ક કરવો.