પોલીસે રહેણાંક મકાનમાં જુગાર રમતા આઠ ઇસમોને રોકડા રૂ. ૭૦,૫૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા
મોરબી: મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગ્રીનચોક પાસેના રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપી લીધું હતું. જેમાં એલસીબીએ ઝવેરીશેરીના નાકે ગ્રીનચોક, ખાતે રહેણાંક મકાનમાં જુગાર રમતા આઠ ઇસમોને ગજીપતા તથા રોકડા રૂ. ૭૦,૫૦૦ના મુદામાલ સાથે પકડી પાડેલ હતા.
મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠીએ જિલ્લામાં ચાલતી જુગારની બધી સદંતર નાબુદ કરવા અંગે એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયાને જરૂરી સુચના આપતા તેમના માર્ગદર્શન તથા સુચના મુજબ એલ.સી.બી. પીએસઆઇ એન.બી.ડાભી,એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફના માણસો કાર્યરત હતા દરમ્યાન એલસીબી સ્ટાફના નિરવભાઇ મકવાણા તથા વિક્રમભાઇ ફુગસીયાને સંયુકતમાં મળેલ ખાનગી હકિકત આધારે જવેરીશેરીના નાકે ગ્રીનચોક, ખાતે રહેણાંક મકાને રેઇડ કરતા આરોપી કલ્પેશભાઇ વસંતભાઇ લુવાણા, નરેન્દ્ર ઉર્ફે નલો અમૃતલાલ સોની, પરેશ ઉર્ફે પ્રદિપભાઇ દયાળભાઇ સોની, ભરતભાઇ મૂળશંકર શુક્લ, દેવદિપગીરી ભરતગીરી ગૌસ્વામી, દિપકભાઇ ભગવાનભાઇ વાણંદ, ઉદયગીરી ભરતગીરી ગૌસ્વામી, ગોવિંદભાઇ ધીરજલાલ સોની (રહે. બધા મોરબી) વાળાઓને ગંજીપતાના પાના નંગ-૫ર તથા રોકડા રૂ.૭૦,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથક ખાતે જુગાર ધારા કલમ ૪૫ મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે.
આ કામગીરીમાં એમ.આર.ગોઢાણીયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા,તથા એલ.સી.બી. /પેરોલફર્લો સ્કવોડ તથા AHTU મોરબીના સ્ટાફના માણસો જોડાયેલ હતા.