મોરબી : મોરબી જિલ્લામાં પોલીસે દેશી દારૂ ઉપર કાર્યવાહી યથાવત રાખીને દેશી દારૂના હાટડા ઉપર તૂટી પડી હતી. જેમાં મોરબી અને માળીયામાં પોલીસે વધુ ત્રણ દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડી આગળની તપાસ હાથ ધરેલ છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટાફે આરોપી રાઘવજીભાઇ ગગજીભાઇ રાઠોડ (ઉ.વ.૪૮, ધંધો-મજુરી, રહે. નાગડાવાસ, તા.જી.મોરબી) વાળાના ઘરે ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેઈડ કરી દારૂ બનાવવાની ભઠ્ઠી લગત સાધનો અને દેશીદારૂ અને આથો મળી કૂલ રૂ.૬૯૦ નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. આરોપી હાજર નહીં મળી આવતા તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટાફે ગઈકાલે આરોપી હંસાબેન શામજીભાઇ સાંતોલા (ઉ.વ.૪૩, ધંધો-ઘરકામ, રહે. નાગડાવાસ, તા.જી.મોરબી) વાળાના ઘરે ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ કરી દેશીદારૂ બનાવવાનો ઠંડો આથો અને દારૂ બનાવવાના સાધનો મળી કૂલ કિં.રૂ.૬૪૦ના મુદામાલ સાથે મહિલા આરોપીને પકડી પાડી હતી.
માળીયા પોલીસે આરોપી હિતેષભાઇ દેવજીભાઇ ચાવડા (ઉ.વ.૨૫ ધંધો,મજુરી રહે.માળીયા મી.જી.મોરબી) વાળા માળીયા મી તળાવની પાળ પાસે બાવળના ઝુંડમા ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડો પાડી દારુ બનાવવાનો આથો, દેશી દારૂ બનાવતા સાધનો મળી કુલ કિ.રૂ.૭૪૦ ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન આરોપી હાજર મળી આવતા તેને ઝડપી લીધો હતો.