હળવદ માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 2300 ફૂટ લાંબા તિરંગા યાત્રા નીકળી,૩૦૦૦ થી વધુ વિધાર્થીઓ જોડાયા,૪ કીલોમીટર લાંબી યાત્રા યોજાઈ હતી.
સમગ્ર દેશમાં તિરંગા ઉત્સવની ઉજવણી થઈ રહી છે હર ઘર તિરંગા લગાવવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે ત્યારે હળવદ શહેરમાં ૧૩ ઓગસ્ટે વિવેકાનંદ સાયન્સ એકેડેમી હળવદ પોલીસ અને યંગ ઇન્ડિયા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે ૨૩૦૦ ફુટ લાંબી તિરંગા યાત્રા દોઠ કીલોમીટર થી વધુ ભવ્ય તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું, આ તિરંગા યાત્રા વિવેકાનંદ ગર્લ્સ હોસ્ટેલ થી સરા ચોકડી સુધી, સહિતના માર્ગો જાહેર માગૉ પર ફરી દેશભક્તિના ગીતો સાથે ફરી રહેલી તિરંગા યાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી.