મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કંડલા બાયપાસ નજીક તેમજ સિવિલ હોસ્પિટલના ગેટ પાસે બે અલગ-અલગ સ્થળે જુગારની કાર્યવાહી કરી કુલ પાંચ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે રોકડ રકમ અને મોબાઈલ સહિત કુલ રૂ.૧૩,૨૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જુગારની પ્રથમ કાર્યવાહીની પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી-કંડલા બાયપાસ રોડ ઉપર મારુતિનંદન એપાર્ટમેન્ટ વાળી શેરીમાં જાહેરમાં ગોળ કુંડાળું વળી ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો જુગાર રમતા ધર્મેન્દ્રભાઈ દાનાભાઈ જારીયા ઉવ.૩૮ રહે.આનંદનગર તુલસી પાર્ક મોરબી, કરીમભાઈ હુશેનભાઈ ચાનીયા ઉવ.૫૫ રહે. કાલિકા પ્લોટ શેરી નં. ૨ મોરબી અને રમેશભાઈ ઉર્ફે મિથુન લીલાધરભાઈ કાનાબાર ઉવ.૬૩ રહે.મારુતિનંદન એપાર્ટમેન્ટ બ્લોક નં. ૫૦૩ કામધેનુ સામે કંડલા બાયપાસ મોરબી વાળાને રોકડા રૂ.૭,૫૦૦/- સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઈ, ત્રણેય આરોપી સામે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા કલમ હેઠળ ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે જુગારની બીજી કાર્યવાહીમાં મોરબીના ગાંધીચોક ખાતે સિવિલ હોસ્પિટલના ગેટ પાસે જાહેરમાં મોબાઈલ એપ્લિકેશનમાં લુડોની ગેમ રમી રૂપિયાની હારજીતનો જુગાર રમતા મકબુલ નિઝામભાઈ ચાનીયા ઉવ.૩૦ રહે.કાલિકા પ્લોટ ભવાની સોડાવાળી શેરી રવાપર રોડ મોરબી અને મુસ્તાક અબ્દુલભાઈ સુમરા ઉવ.૪૦ રહે.વીસીપરા જલજલા પાન પાસે મોરબી મૂળ રહે. કાલિકા પ્લોટ નર્મદા હોલ પાસે મોરબી વાળાની અટક કરી હતી. આ સાથે સીટી એ ડિવિઝન પોલીસે બંને પાસેથી રોકડા રૂ.૭૦૦/- અને એક ઓપો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન કિ.રૂ.૫,૦૦૦/- મળી કુલ રૂ.૫,૭૦૦/- નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.






