ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરી રેલીનો પ્રારંભ કરાયો: ધારાસભ્ય, મેયર સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા.
મોરબીમાં સંવિધાન ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે ભાજપ દ્વારા મહાનગરપાલિકા ખાતે આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાથી નવા બસ સ્ટેન્ડ ખાતે આવેલી સરદાર પટેલની પ્રતિમા સુધી પદયાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
રેલીના પ્રારંભે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મેયર ઉત્તમ સુરાણી, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ, પૂર્વ ધારાસભ્ય અને રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયંતીભાઈ, તમામ ચૂંટાયેલા કોર્પોરેટરો તેમજ સ્થાનિક નાગરિકો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.






