Sunday, November 24, 2024
HomeGujaratટંકારામાં તલાટી હડતાલ પર ઉતરતા ગ્રામપંચાયતની કફોળી હાલત : મુખ્યમંત્રીને પત્ર લખી...

ટંકારામાં તલાટી હડતાલ પર ઉતરતા ગ્રામપંચાયતની કફોળી હાલત : મુખ્યમંત્રીને પત્ર લખી તલાટીનાં પ્રશ્નોનું નિરાકરણ લાવવા માંગ કરી

મોરબી જિલ્લાના તમામ તલાટીઓ 15 દીવસથી પોતાના પડતર પ્રશ્નોને લઈ હડતાલ પર ઉતર્યા છે. જેને કારણે ગ્રામ પંચાયતોના તમામ વહીવટો ખોરવાઈ ગયા છે. જેને કારણે સરપંચોની મુશ્કેલીમાં વધારો થતા ટંકારા તાલુકા સરપંચ એસોસીએસને મુખ્યમંત્રીને પત્ર લખી તલાટી મંત્રી સંવર્ગની હડતાળનું યોગ્ય નિકરણ લાવવા માંગ કરી છે.

- Advertisement -
- Advertisement -

સરપંચ એસોસીએસન દ્વારા પત્રમાં જણાવવામાં આવું હતું કે, ગ્રામ્ય વિસ્તાર માટે વહીવટી વ્યવસ્થા માટે ત્રીસ્તરીય પંચાયતીરાજ વ્યવસ્થા દ્વારા સત્તાનું વિકેંદ્રીકરણ કરતા પાયાના એકમ તરીકે ગ્રામ પંચાયત સંસ્થા ખુબ જ મર્યાદિત ઉપલબ્ધીઓ હોવા છતા, સીધા જ જાહેર જનતાને સ્પર્શતી પાયાની માળખગત સુવિધા પુરી પાડે છે. નાગરિકોને તેમના અધિકારો મળે તે માટે ગ્રામ પંચાયતની ચાવી રૂપ ભૂમિકા છે. ગ્રામ પંચાયતનો આધાર સ્તંભ સમાન એકમાત્ર કર્મચારી એવો તલાટી કમ મંત્રી ગત તારીખ ૨/૮/૨૨થી અચોકકસ મુદતની હડતાલ ઉપર છે. આજરોજ પંદર દિવસ જેટલો સમય થવા છતાં હડતાલનો યોગ્ય નિરાકરણ આવેલ નથી. જેને કારણે ગ્રામ પંચાયતના રોજિંદા વ્યવહારો અને વિકાસકામો અટકેલા પડ્યા છે. ગત માસના નાણાકીય બિલો ચુકવાયેલ નથી ત્યા પાણીવાળા, પટાવાળા, સ્ટ્રીટ લાઇટ ઓપરેટર વગેરે કર્મચારીઓ પગારથી વંચિત છે. નાણાકીય વસુલાતો નહીં થતાં પંચાયતોના સ્વભંડોળ પર વિષમ અસર ઊભી થયેલ છે. જે નાણાકીય ખાધ આગામી માસમાં ગંભીર અસર કરશે તેવી ધારણા છે. વિકાસના કામો સહિતના તમામ બિલોના ચૂકવવાના અટકતા સરપંચઓની કફોડી પરિસ્થિતિ થઇ છે. જેથી તાત્કાલિક તાત્કાલીક હડતાલનું નિરકરણ થાય તેવી માંગ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!