Monday, November 25, 2024
HomeGujaratMorbiમોરબી માં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી રાજનગર અને મહેન્દ્ર નગર ગામે...

મોરબી માં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી રાજનગર અને મહેન્દ્ર નગર ગામે કોંગ્રેસ સભા યોજી

મોરબીમા આજે કોંગ્રેસ દ્વારા પણ અને રાજનગર  મહેન્દ્ર નગર ખાતે સભાનું અયોજન કરાયું હતું જેમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી હાજર રહ્યાં હતાં અને ભાજપ અને પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા પર ધારદાર પ્રહારો કર્યા હતાં.

- Advertisement -
- Advertisement -

મોરબીના મહેન્દ્ર નગર ચોકડી ખાતે આજે કોંગ્રેસ દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટંકારા ધારાસભ્ય લલિત કગથરા,ઈન્દ્રનીલ રાજ્યગુરુ સહિતના કોંગ્રેસ આગેવાનો હાજર રહ્યાં હતા તો બીજી બાજુ આ સભામાં પરેશ ધાનાણીએ હાજરી આપી હતી જેમાં તેઓએ ભાજપના ઉમેદવાર બ્રીજેશ મેરજાને ગદાર કહ્યા હતા અને અમે ટકોરો મારવાનું ભૂલી ગયા તેથી આ પેટા ચૂંટણી યોજાઈ છે તે બદલ અમે આપની પાસે માફી માંગવા આવ્યા છીએ સાથે જ વર્ષો જૂનું સોનુ જ્યંતી ભાઈને લઈને આવ્યા છીએ જે નહિ વહેંચાઇ તેની ખાતરી આપી હતી જો કે આ બધી સ્થિતિ માટે જવાબદાર ભાજપ કોંગ્રેસ નહિ પરન્તુ લોકોને ગણાવ્યા હતાં સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પર પણ આક્ષેપો કર્યા હતા.

પરેશ ધાંનાણીએ પોતાના વક્તવ્ય માં જણાવ્યું હતું કે મોરબી ની જનતાને ભાજપના નેતાઓ મૂર્ખ સમજે છે એટલે જ તેને બ્રિજેશ મેરજાને ફરરી ઉમેદવાર તરીકે મુક્યા છે અને સાથે જ કોંગ્રેસને વર્ષ 1990 બાદ પ્રથમ વખત 2017 માં મોરબી માળીયા વિધાનસભા પર ઘોડે ચડવાનો સમય આવ્યો હતો તેને આ ભાજપના નેતાઓ કમલમ માં પોતાના સત્તાના જોરે ખરીદી અને પાછી પેટા ચૂંટણી કરી હતી ત્યારે પાંચ વર્ષ માટે ધારાસભ્ય બનાવ્યા બાદ કેમ બ્રિજેશ મેરજાએ રાજીનામું આપી ફરી ધારાસભ્ય બનવાની ઈચ્છા જતાવી એ મોટો પ્રશ્ન છે હાલ મોરબીના રસ્તાઓ બિસમાર છે તો બીજી બાજુ પાણી ખેડૂતોના પણ મોટા પ્રશ્ન છે અઢી વર્ષ માં જો તેણે લોકોનાં કામ કર્યા હોત તો આજે અમારે મોરબી ન આવવું પડેત આવા અનેક આક્ષેપપ સાથે પરેશ ધાનાણી એ બ્રિજેશ મેરજા અને ભાજપના વિજય રૂપાણી તેમજ નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું હતું અને કોરોનામાં લોકોને યેન ક્યેન પ્રકારે હેરાન કર્યા હોવાના પણ આક્ષેપો કરી મોરબીમાં કોંગ્રેસના ઉમેદવાર જયંતિ પટેલને જંગી જીત આપાવવા બહોળું મતદાન કરવા લોકોને અપીલ કરી હતી.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!