Thursday, April 25, 2024
HomeGujaratMorbiવિધાન સભા પેટા ચૂંટણી ખર્ચની મહતમ મર્યાદામાં વધારો કરાયો

વિધાન સભા પેટા ચૂંટણી ખર્ચની મહતમ મર્યાદામાં વધારો કરાયો

ભારતીય ચૂંટણી પંચ દ્રારા ૬૫-મોરબી વિધાનસભા મતવિસ્તાર માટે પેટા ચૂંટણી જાહેર કરવામાં આવેલ છે. જે અંતર્ગત ભારત સરકાર, કાયદા અને ન્યાય મંત્રાલયના લોકપ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૭૭ અને ચૂંટણી સંચાલનના નિયમો ૧૯૬૧ ના નિયમ-૯૦ અન્વયે ચૂંટણી લડતા ઉમેદવાર માટે નિર્ધારીત કરેલ ચૂંટણી ખર્ચની મહતમ મર્યાદામાં વધારો કરેલ છે.

- Advertisement -
- Advertisement -

જે અનુસંધાને ભારત સરકાર દ્રારા ગુજરાત રાજ્યની વિધાનસભા બેઠક માટે રૂ. ૩૦,૮૦,૦૦૦/- અને લોકસભા બેઠક માટે રૂ. ૭૭,૦૦,૦૦૦/- ચૂંટણી ખર્ચની મહતમ મર્યાદા નકકી કરવામાં આવેલ છે. જેની ૬૫-મોરબી વિધાનસભા મતવિસ્તારના રાજકીયપક્ષ, હરીફ ઉમેદવારો તથા નાગરિકોને નોંઘ લેવા મોરબી જિલ્લા ચુંટણી અઘિકારી અને જિલ્લા કલેકટરશ્રી જે.બી. પટેલે અનુરોઘ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!