હળવદ પોલોસ મથકમાં અલગ અલગ કારણોસર અપમૃત્યુ ના ત્રણ બનાવ નોંધાયા છે.
જેમાં હળવદના રાતાભેર ગામની સીમમાં ધીરુભાઈ વિરમભાઈ રજપુતની વાડીએ રહેતા અને મજુરી કામ કરતા શ્રમિક રૂલસિંગ બુમટાભાઈ રાઠવા (ઉ.વ.૩૮) વાળા ગઈકાલે સવારના સમયે વાડીએ મુકેલ ઇલેક્ટ્રીક મોટર ના સ્ટાર્ટર ના છેડા રીપેરીંગ કરતા હતા તે દરમિયાન શોટ લાગતા તેમનુ ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
જ્યારે બીજા બનાવમાં હળવદ તાલુકાના કવાડિયા ગામે રહેતા ખમ્માબેન દશરથસિંહ ડોડીયા (ઉ.વ.૩૯) વાળાએ ગત તા.૨૦/૦૮ ના રોજ પોતાના ઘરે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેમને ગંભીર ઝેરી અસર થઈ હતી જેને પગલે પ્રથમ સુરેન્દ્રનગર મેડિકલ કોલેજમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બાદમાં વધુ સારવાર અર્થે રાજકોટ સદભાવના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજપરના ડોકટરે મૃત જાહેર કરી પોલીસ ને જાણ કરતા હળવદ પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
જ્યારે ત્રીજા બનાવમાં હળવદ તાલુકાના દિઘડિયા ગામે રહેતા સુરેશભાઈ મગનભાઇ કાંજીયા (ઉ.વ.૩૫) વાળા પોતાની વાડીએ વાવેલ કપાસ માં જંતુનાશક દવાનો છંટકાવ કરતા હતા તે દરમિયાન તેઓને ઝેરી દવાની અસર થઈ જતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું જેથી હળવદ પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.