મોરબી તાલુકા કોંગ્રેસ ના પ્રમુખ કાંતિલાલ ડી. પડસુંબિયા દ્વારા મોરબી માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને રજુઆત કરવામાં આવી છે કે મોરબીના નવલખી ફાટક પાસે હાલમાં ઓવર બ્રિજ બની રહ્યો છે પરંતુ હાલ માં કામ બન્ધ છે છતાં પણ ઓવર બ્રિજ નીચે આડશ મૂકીને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે જ્યારે કામ ચાલુ હોય ત્યારે રસ્તો બન્ધ કરવામાં આવે તે યોગ્ય છે પરંતુ કામ બંધ છે છતાં પણ રસ્તો બંધ કરવામાં આવ્યો છે જેને કારણે રોજના હજારો વાહન ચાલકોને ઓવર બ્રિજના છેડે સુધી ફરીને જવું પડે છે અને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
જેથી હાલમાં કામ બંધ હોય તો બ્રિજ નીચે ની આડશ હટાવી લેવામાં આવે તો લોકોને હલાકીમાંથી છુટકારો મળી શકે છે અને જો આ સમસ્યાનો નિકાલ કરવામાં નહિ આવે તો આજુબાજુ ના ગ્રામજનો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે એવું અંતમાં જણાવ્યું હતું .