Sunday, November 24, 2024
HomeGujaratMorbiમોરબીમાં ભાજપમાં ઘર કા ભેદી લંકા ઢાએ જેવો ઘાટ : પ્રચાર દરમ્યાન...

મોરબીમાં ભાજપમાં ઘર કા ભેદી લંકા ઢાએ જેવો ઘાટ : પ્રચાર દરમ્યાન વિરોધમાં ભાજપમાં જ પૂર્વ ધારાસભ્ય નો હાથ ?

ભાજપના પૂર્વ ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયા ને ટિકિટ ન મળતાં તેણે નારાજગી વ્યક્ત કરી હતી અને મત કાપવા અપક્ષમાંથી એક ઉમેદવાર ને ઉભો પણ કરાયો હતો પરંતુ સમયસર ઘી ના ઠામ માં ઘી પડી જતા ફોર્મ પાછું ખેંચાયું ત્યારે હવે ભાજપના પ્રચાર માં વિરોધના વીડિયો વાયરલ થઈ રહ્યા છે જો કે આ વિરોધ કાંતિ અમૃતિયા દ્વારા અંદર ખાને કરાવાતો હોવાની લોકોમાં ચર્ચા હાલ ભાજપમાં ઘર કા ભેદી લંકા ઢાએ જેવો ઘાટ સર્જાયો છે તો ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ મોરબી પહોંચે એ પહેલાં વાયરલ વિડીયો થી ચકચાર મચી જવા પામી છે : વિરોધ ટેક્નિકલ રીતે ઉભા કરાવવામાં આવી રહ્યાં છે : ભાજપ જ જીતશે : જીલ્લા ભાજપ આગેવાનો

- Advertisement -
- Advertisement -

મોરબી માળીયા પેટા ચુટણીના પડઘમ વાગી ચુક્યા છે ત્યારે આગામી 3 નવેમ્બર મતદાન છે જેને હવે પાંચ દિવસ જ બાકી રહ્યા છે ત્યારે ભાજપ કોંગ્રેસ દ્વારા પ્રચાર નો ગ્રામ્ય અને શહેર વિસ્તારમાં ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે પરંતુ આ પ્રચારમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા જ અંદર ખાને સાથ આપતા ન હોવાની વાત લોકોમાં ચર્ચાનું સ્થાન બની છે કેમ કે મોરબી ભાજપનો ગઢ રહ્યો છે વર્ષ 1990 બાદ 2017 માં પ્રથમ વખત કોંગ્રેસના ઘરે પારણું બંધાયું હતું જેમાં બ્રીજેશ મેરજાએ રાજીનામું આપ્યા બાદ પેટા ચુંટણીમાં ભાજપમાં જોડાઈને ફરી ઉમેદવાર તરીકે બ્રિજેશ મેરજાની પસંદગી થવા પામી હતી જેના લીધે પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયામાં નારાજગી જોવા મળી હતી અનેક વિરોધ વચ્ચે ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કર્યો પરન્તુ ગઈકાલે રોટરી નગર ખાતે બિજેશ મેરજા ફોન જ લોકોના ફોન ન ઉપાડતા તેમજ ખેડુતોને કેનાલમા પાણી નથી મળતુ આવા આક્ષેપો સાથે વિડીયો વાયરલ થયો છે જો કે આ વિરોધ કોંગ્રેસ દ્વારા નહિ પરંતુ ભાજપના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા જ વિરોધ કરાવવામાં આવી રહ્યો હોવાની ચર્ચાએ લોકોમાં જોર પડકયું છે.

ઉલ્લેખનીય છે કે પેટા ચૂંટણીમાં ટિકિટ ન મળતા કાંતિલાલ અમૃતિયા ભાજપથી નારાજ રહ્યા હતા ત્યારે હાલ ભાજપમાં ઘર કા ભેદી લંકા ઢાએ જેવો ઘાટ મોરબી ભાજપમાં જોવા મળી રહ્યો છે અને ઘરના વિરોધમાં હોય ત્યારે પારકા ની ક્યાં જરૂર છે આ ઉક્તિ હાલ ભાજપમાં આંતરિક વિખવાદ થકી જોવા મળી રહ્યો છે ત્યારે આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ની મોરબીમાં બેઠક છે અને આ બેઠક પૂર્વે જ કાંતિલાલ ના સમર્થકો પ્રચાર દરમ્યાન બ્રિજેશ મેરજાની ઝાટકણી કાઢતા વિડીયો વાઇરલ થતા સ્થાનિક આઈબી થી લઈને રાજકીય સમીકરણોમાં ગરમાવો આવી ગયો છે તો બીજી બાજુ કાંતિ અમૃતિયા દ્વારા કરવામાં આવી રહેલી હરકત કેટલી હદે યોગ્ય ગણાય એ પણ હાલ રાજકીય આગેવાનોમાં ચર્ચાનો વિષય બન્યો છે જો કે આ ફરિયાદ હાઈ કમાન્ડ સુધી પહોંચી હોવાનું પણ અંગત સુત્રોમાંથી જાણવા મળ્યું છે ત્યારે કાંતિ અમૃતિયા માટે આગામી સમય લોઢાના ચણા ચાવવા જેવો આવે તો એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી હાલ ભાજપ આ તમામ વાતોથી પર રહી પોતાના પ્રચાર માં જોરશોરથી લાગી છે ત્યારે આવા વિરોધ ઉભા કરાવવામાં આવતા વિરોધ હોવાનું પણ જીલ્લા ભાજપના આગેવાનોએ જણાવી ભાજપ જ વિજયી બનશે તેવો આશાવાદ વ્યકત કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!