મોરબીમાં લેન્ડ ગ્રેબિંગનાં ગુનાઓમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. જેને લઈને પોલીસે પણ કમર કસી છે. ત્યારે હળવદ તાલુકાના મેરૂપર ગામે વધુ એક લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, મોરબી જિલ્લાનાં હળવદ તાલુકાના મેરૂપર ગામની સીમમાં આવેલ સરકાર શ્રી ની જમીન સ.નં.૩૭૧/૧/પૈકી૧/પૈકી ૧ વાળી પર રમેશ ભુદરભાઈ પટેલ, મનસુખ ભુદરભાઈ પટેલ તથા વિભા રાહાભાઈ રબારી એમ ત્રણ આરોપીઓએ વર્ષ 2019માં ગેરકાયદેસર રીતે પચાવી પાડી હતી. તેમજ જમીન પર કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વગર ખેતી કરવામાં આવી રહી હતી. ત્યારે આ અંગેની જાણ થતા જ વહીવટી તંત્ર દ્વારા આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો, જેને પગલે પોલીસે ગુન્હો ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ની કલમ-૩,૪(૧)(૩), ૫(ગ) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.