Friday, May 3, 2024
HomeGujaratહળવદના ઇશનપુર ગામેથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

હળવદના ઇશનપુર ગામેથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

બોટાદ જિલ્લામાં થયેલ લઠ્ઠાકાંડ બાદ રાજ્યનું પોલીસ તંત્ર સતર્ક થયું હતું. અને ઠેર ઠેર દેશી દારૂની ભઠ્ઠીઓ પર રેડ પાડવામાં આવી હતી. ત્યારે મોરબી જિલ્લાનાં જુના ઇશનપુર ગામે હળવદ પોલીસે રેડ પાડી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લાનાં હળવદ તાલુકાના જુના ઇશનપુર ગામે દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની હળવદ પોલીસને બાતમી મળી હતી. જે હકીકતના આધારે પોલીસે જયંતિ કેશાભાઇ કોળી વાળાની વાડીની બાજુમાં જાહેરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર રેડ પાડતા સ્થળ પરથી રૂ.૭૨૦/-ની કિંમતનો આશરે ૩૬૦ લિટર ઠંડો આથો મળી આવ્યો હતો. જયારે સ્થળ પર દારૂ વેચનાર કે બનાવનાર કોઈ મળી આવ્યો ન હોવાથી પોલીસે સ્થળ પરથી નાશી છૂટેલ જયંતિ કેશાભાઇ વરાણીયા વિરુદ્ધ પ્રોહિ કલમ ૬૫-એફ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!