મોરબીમાં કાયદો અને વ્યવસ્થાને નેવે મૂકી જાહેરમાં જુગાર રમતા શખ્સો ઉપર પોલીસ તંત્ર દિવસેને દિવસે તવાઈ બોલાવી પત્તા પ્રેમીઓને ઝડપી રહી છે. ત્યારે મોરબી જિલ્લાના વાંકાનેરમાં ભાટીયા સોસાયટીમાં આવેલ ભુતનાથ મંદીર વાળી શેરીમા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે રેડ કરી જાહેરમાં જુગાર રમતા 3 જુગારીઓને ઝડપી પાડ્યા છે.
બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લામાં પ્રોહી-જુગારની બદીઓ દુર કરવાની પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સૂચના બાદ પોલીસ ઠેર-ઠેર રેડ કરવામાં આવી રહી છે. જેને લઈ ગઈકાલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, ભાટીયા સોસાયટીમાં ભુતનાથ મંદીર વાળી શેરીમા અમુક ઈસમો જાહેરમા જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે રેડ કરતા સ્થળ પરથી જુગાર રમતા આફતાબ મહેબુબભાઈ મેસાણીયા, હીતેશ કેશુભાઈ ચાવડા અને રાકેશકુમાર જાનકીપ્રસાદ વર્મા ઝડપાયા હતા. જેમની પાસેથી રોકડા રૂપીયા ૧૧,૧૨૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.