મોરબીમાં રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચા દ્વારા વિશાળ રેલી સ્વરૂપે પહોંચીને મોરબી જિલ્લા કલેક્ટરને જૂની પેન્શન યોજના શરૂ કરવા સહિતની પડતર માંગણીઓ પુરી કરવા માટે રજુઆત કરતું આવેદન પત્ર પાઠવ્યું હતું.
જેમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને મહિલા મોરચા ના સંયુક્ત મોરચા હેઠળ યોજાયેલી આ રેલી માં જૂની પેન્શન યોજના લાગુ કરવા અને ફિક્સ ઓગારની પ્રથા બન્ધ કરવા તથા સળંગ નોકરી, સાતમા પગાર પંચ ના ભથા, ઉચ્ચત્તર પગાર ધોરણ નો લાભ, મેડિકલેમ, નિવૃત્તિ પેન્શન, ફરજ દરમિયાન મૃત્યુ થાય તો પરિજન ને રહેમરાહે નોકરી આપવી અને ગ્રેડ પે માં સુધારો કરવા જેવી કુલ ૧૬ જેટલી મંગણીઓ ને લઈને મોરબીમાં વિશાળ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું અને કલેક્ટર કચેરી ખાતે પહોંચીને જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
તેમજ હજુ આ માંગણીઓ પુરી નહિ થાય તો આગામી સમયમાં ક્રમાનુસાર ઝોન કક્ષાએ રેલી યોજવી તેમજ રાજ્યના કર્મચારીઓ માસ સી.એલ.પર ઉતરશે અને તમામ કેડરના કર્મચારીઓ પેન ડાઉન અને છેલ્લે નિવેડો નહિ આવે તો સમગ્ર રાજ્યમાં અચોક્કસ મુદતની હડતાલ સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે.