રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને વિરાંજલી કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે બેઠક યોજાઈ હતી આ વિરાંજલી કાર્યક્રમ અન્વયે ૧૨૦ કલાકારો સાથે દેશભક્તિનો અનોખો મેગા મેજિકલ ડ્રામા કાર્યક્રમ યોજાશે.
રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિરાંજલી કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે બેઠકનું આયોજન કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કરવામાં આવ્યું હતું.આ તકે મંત્રી મેરજાએ સંબંધિત વિભાગોને માર્ગની સફાઈ, ડાયસ, બેઠક વ્યવસ્થા, ગ્રાઉન્ડ સફાઈ તથા અન્ય તમામ વ્યવસ્થાઓ કરવા સૂચના આપી હતી. વધુમાં મંત્રીએ એન.જી.ઓ., શૈક્ષણિક સંસ્થાઓ તથા મોરબી શહેર અને જિલ્લાના લોકો વધુને વધુ શોર્ય અને વિરાંજલીના આ કાર્યક્રમમાં મહાભાગી બને તેવું આયોજન કરવા પણ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ૭મી સપ્ટેમ્બરના રોજ રામેશ્વર પાર્ટી પ્લોટ, રવાપર ખાતે વિરાંજલી કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમ દેશભક્તિનો અનોખો મેગા મ્યુઝિકલ ડ્રામા કાર્યક્રમ છે જેમાં સાઈરામ દવે સહિતના ૧૨૦ કલાકારો ઉપસ્થિત રહેશે.આ બેઠકમાં મંત્રી સાથે જિલ્લા કલેકટર જે. બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નાયબ પોલીસ અધિક્ષક અતુલ બંસલ, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના કાર્યપાલક ઇજનેર એ. એન. ચૌધરી, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) ના ઇજનેર હિતેશભાઈ આદ્રોજા, જિલ્લા શિક્ષણ અધિકારી નિલેશભાઈ રાણીપા, મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલા, મોરબી તાલુકા વિકાસ અધિકારી દીપાબેન કોટક, અગ્રણીઓ દુર્લભજીભાઈ દેથરીયા, મનિષભાઈ પટેલ, અમિતભાઈ પટેલ, જીગ્નેશભાઈ કૈલા, અરવિંદભાઈ વાંસદડીયા, જયંતીભાઈ પડસુંબિયા સહિતના જિલ્લાના પદાધિકારીઓ તથા સંબંધીત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.