મોરબીમાં સતત પડી રહેલા વરસાદને પગલે જુદા જુદા જળાશયોમાં નવા નીર આવ્યા છે ત્યાર મોરબી મચ્છુ ૦૩ ડેમ સતત બીજી વખત ઓવરફ્લો થયો હતો જેના પગલે મોરબીના ૧૩ અને માળીયા ના ૦૮ મળી કુલ ૨૧ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ત્યારે ટંકારાના નસિતપર ગામનો ડેમી ૦૨ પણ ઓવરફ્લો થતાં નીચાણવાળા ગામોને રેડ એલર્ટ જાહેર કરાયું છે.
ટંકારા નાં નસિતપર ગામ પાસેનો ડેમી ૦૨ ડેમ ઓવરફ્લો થયો છે જેમાં
ડેમી ૦૨ ડેમ ૯૦ ટકા ભરાઈ જવામાં હોય આવક વધતાં દરવાજા ખોલવામાં આવશે તેવી ચેતવણી તંત્ર દ્વારા આપવામાં આવી છે જેને પગલે
મોરબી તાલુકાના ચાચાપર,ખા, મોટાં રામપર,આમરણ,બેલા, ધુળકોટ,કોયલી જ્યારે ટંકારા તાલુકાના નસિતપર ગામને એલર્ટ કરાયા તો જામનગર જીલ્લાના જોડીયા તાલુકાનું માવા નુ ગામ ને પણ એલર્ટ કરાયું છે અને આ તમામ ગામના ગ્રામજનોને નીચાણવાળા વિસ્તારોમાં કે નદીના આજુબાજુ ન જવા અપીલ પણ કરાઈ છે.
જ્યારે મોરબી મચ્છુ ૦૩ ડેમ માં નવા નીરની આવક સતત ચાલુ છે અને મચ્છુ ૦૩ ડેમ સતત બીજી વખત ઓવરફ્લો થયો છે જેમાં મોરબીના મચ્છુ ૦૩ ડેમ માં નવા નીરની આવક થતાં મચ્છુ ૦૩ ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે અને મોરબી નાં મચ્છુ ૦૩ ડેમ માં હાલ ૪૬૭ ક્યુસેક પાણી ની આવક છે જેની સામે ૪૬૭ ક્યુસેક પાણીની જાવક યથાવત છે નવા નીર આવતા
મોરબીના ગોરખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદૂરકા,જુનાં સાદુંરકા,રવાપર(નદી),નવા નાગડા વાસ,જુનાં નાગડા વાસ,ગુંગન, અમરનગર, બહાદુરગઢ, સોખડા સહિતના ૧૩ ગામોને એલર્ટ કરાયા છે જ્યારે માળીયા મી.તાલુકાના દેરાલા,મેઘપર,નવાગામ,માળીયા મી., રાયસંગપર,ફતેપર,વીર વિદારકા,હરીપર સહિતના આઠ ગામોને એલર્ટ જાહેર કરી કુલ ૨૧ ગામને નીચાણ વાળા વિસ્તારોમાં ન જવા સૂચના આપી અપીલ કરવામાં આવી છે.