શ્રાવણ માસ પૂરો થઈ ગયો છે છતાં પણ જુગારીઓ પોતાની કુટેવ મુજબ જુગાર રમવાનું છોડી શકતા નથી ત્યારે પોલીસ પણ આવી કુટેવ ધરાવતા લોકોને સીધા કરવા કમર કસી છે જેમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અમરેલી તાલુકાના સથમા ગામે દરોડો પાડીને સપાટો બોલાવી દીધો છે.
જેની વિગત મુજબ જોઈએ તો સ્ટેટ મોનીટરીંગ સેલના એસપી નિરલિપ્ત રાયની સૂચના હેઠળ ડીવાયએસપી કે.ટી. કામરિયાના માર્ગદર્શન હેઠળ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દારૂ જુગાર સાહિતની પ્રવૃત્તિઓને ડામવા કાર્યરત હોય તે દરમિયાન સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઈ સી.એન.પરમાર ને બાતમી મળી હતી કે અમરેલી તાલુકાના સથમા ગામે મસમોટું જુગાર ધામ ચાલી રહ્યું છે.
જેથી સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી કે.ટી. કામરીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ સી એન પરમાર ની ટીમે બાતમી મુજબના સ્થળ પર દરોડો પાડ્યો હતો જ્યાંથી પંજુભાઈ જીવાભાઈ બસીયા (મુખ્ય આરોપી- જુગાર નો આડો ચાલવનાર),જયરાજભાઈ પંજુભાઈ બસીયા, રઘુભાઈ ધીરુભાઈ બસીયા, ભગીરથ જેતુભાઈ બસીયા, અલ્પેશ જ્યંતિભાઈ ગઢિયા,કમલેશ ધીરુભાભાઈ વાઢેર,પુનાભાઈ હીરાભાઈ ખીસાણી,વિજયભાઈ ગોરાધનભાઈ પટેલ,પ્રફુલભાઈ વિઠ્ઠલભાઈ પટેલ,વિશાલભાઈ દિનેશભાઈ રાવ,સામંતભાઈ ધીરુભાઈ રાઠોડ,સુરેશ ભાઈ મોહનભાઈ જાગાણી,વિમલભાઈ હર્ષદભાઈ સેજપાલ (રહે.બધા અમરેલી),જગદીશભાઈ તલસીભાઈ મકવાણા, વનરાજસિંહ ભીખુભા રાયજાદા,મિતુલભાઈ મધુભાઈ ત્રિવેદી,કૌશિકભાઈ વસંતભાઈ મહેતા,રાજુભાઈ ગણેશભાઈ પરમાર,અનિરુદ્ધસિંહ બલવંતસિંહ ગોહિલ(રહે.બધા ભાવનગર),રાજુભાઈ કાનાભાઈ પાટડીયા, વિજયભાઈ ભીખુભાઈ ડાભી(રહે.જુનાગઢ),ભરતભાઈ કરશનભાઈ મકવાણા(રહે.રાજકોટ)અને તખુભાઈ વશમભાઈ સોલંકી(રહે.બોટાદ) વાળાને નાલ ના રૂ. ૩૮૦૦૦/-
અંગ જડતી અને પટના રૂ.૧૦,૪૪,૨૪૦/-,મોબાઈલ ફોન-૨૧ જેની કિંમત રૂ. ૯૬૦૦૦/-,ફોર વ્હીલર વાહનો ૦૬ જેની કી.રૂ. ૩૫,૦૦,૦૦૦/-, ટુ વ્હીલ વાહનો ૦૨ જેની કિંમત રૂ. ૪૫,૦૦૦/- અને અન્ય જુગાર મટીરિયલ ટોકન, ગંજી પત્તા, ચાદર વગેરે મળી કુલ રૂ.: ૪૭,૨૩,૨૪૦/- સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા જ્યારે જુગાર રમવા માટે માણસો મોકલનાર આરોપી જીગરભાઈ કે વૈષ્ણવની શોધખોળ હાથ ધરી છે.હાલમાં તમામ ઝડપાયેલા ૨૩ આરોપીઓના કોરોના ટેસ્ટ કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.