જામનગરમાં રહેતા મનોજ ઉર્ફે ટેટીયા ડેલસીંગ મોહનીયાને દોઢ વર્ષની બાળકીના અપહરણ કેશમાં મોરબી સબ જેલમા ખસેડવામાં આવ્યો હતો. જે બાદ તેનાં ગત તા.૨૨ માર્ચ સુધીના વચગાળાના જમીન મંજુર થતા તેને મુક્ત કરવામાં આવ્યો હતો. જે બાદ તે 22 માર્ચના રોજ હાજર ન થઈ તેને ફરાર જાહેર કરવામાં આવ્યો હતો. જે બાદ ગઈકાલે એલ.સી.બી.ની પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા બાતમીના આધારે તેને પકડી પાડવામાં આવ્યો હતો.
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ જામીન પર ફરાર આરોપીઓને પકડી પાડવા મોરબી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોઢાણીયાને સુચના આપતા આ અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એન.બી.ડાભી તથા પી.એસ.આઇ. એન.એચ.ચુડાસમાનાં માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડના માણસો આરોપીઓને પકડી પાડવા સક્રિય થયા હતા. તે દરમિયાન પેરોલ ફર્લો સ્કવોડના હેડ કોન્ટેબલ જયેશભાઇ વાઘેલા, ચંન્દ્રકાંતભાઇ વામજા તથા કોન્સ્ટેબલ બ્રિજેશભાઇ કાસુન્દ્રાને મળેલ ખાનગી બાતમીનાં આધારે, મોરબી તાલુકા પોલીસે રેડ કરી દોઢ વર્ષની બાળકીના અપહરણના કેશમાં મોરબી સબ જેલમા રહેલ આરોપી મનોજ ઉર્ફે ટેટીયા ડેલસીંગ મોહનીયાને દબોચી લીધો છે. ઉલ્લેખનીય છે કે, આરોપીને તા.૨૦/૦૧/૨૦૨૨ થી તા.૨૨/૦૩/૨૦૨૨ સુધી વચગાળાનાં જામીન પર મુકત કરવામાં આવ્યો હતો. જે આરોપીને તા.૨૨/૦૩/૨૦૨૨ ના રોજ મોરબી સબ જેલ ખાતે હાજર થવાનુ હતું. પરંતુ આરોપી વચગાળાના જામીન પરથી પરત હાજર ન થતા તેને ફરાર જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી હતી. અને બાતમીના આધારે જામનગરની લાલપુર બાયપાસ રોડ પર આવેલ જલ્સા હોટલ પાછળ ગુંડામાંથી આરોપીને પકડી લઈ કોરોના તપાસણી કરાવી મોરબી સબ જેલ ખાતે સોપી આપવામાં આવ્યો છે.