Friday, May 17, 2024
HomeGujaratમોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસેથી દારૂની બોટલો સાથે એક આરોપી ઝડપાયો

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસેથી દારૂની બોટલો સાથે એક આરોપી ઝડપાયો

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ પ્રોહી. દારૂની બદીને નેસ્ત નાબુદ કરવા અવારનવાર સૂચન કરેલ હોવાથી મદદનીશ પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર દ્વારા યુવાધનને દારૂના દુષણમાં ડુબાડતા લોકો સામે તવાઈ બોલાવવામાં આવી રહી છે. જેને પગલે ગઈકાલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા એક શખ્સને દારૂની બોટલો સાથે ઝડપી લીધો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઈકાલે પેટ્રોલિંગમાં હતો. ત્યારે તેઓએ રફાળેશ્વર ગામે સરોવર પ્રોટ્રીકો હોટેલ સામે આવેલ રોડ ઉપર એક શંકાસ્પદ શખ્સને રોકી તેની તપાસ કરતા તેની પાસેથી પોલીસને ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની મેકડોવેલ્સ નં.૦૧ સુપીરીયર વ્હીસ્કીની રૂ.૪૧૨૫/-ની કિંમતની ૧૧ બોટલો મળી આવેલ હતું. જેના પર લખેલ હતું “ફોર સેલ ઇન હરીયાણા ઓન્લી”. જે મુદ્દામાલ સાથે આરોપીને દબોચી લઈ તે આ માલ ક્યાંથી લાવ્યો તે અંગે પૂછપરછ શરુ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!