સીએમ વિજય રૂપાણી આવતીકાલે જેલ રોડ પર આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ માં સભા ગજવશે સભાઓ માટે પોલીસથી માંડી વહીવટી તંત્ર સજ્જ
મોરબી માળીયા પેટા ચૂંટણી દિવસે ને દિવસે ગરમાવો પકડતી જાય છે ત્યારે ઠેર ઠેર થી તમામ બેઠકો પર ભાજપના મોટા નેતાઓ લોકોને ભાજપને જીતાડવા પુર જોશમાં પ્રચાર કરી રહ્યા છે જેમાં મોરબીમાં એકથી એક મોટા ગજાના નેતાઓ અને જ્ઞાતિવાદી સમીકરણો ને આનુસંગીક નેતાઓ આવી અને ભાજપને જીતાડવા પુરી તાકાત લગાડી રહ્યા છે ત્યારે આવતીકાલે તા.૨૮ ઓક્ટોબર ના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ મોરબીનો પ્રવાસ કરવા આવી રહ્યા છે જેમાં આવતીકાલે તેઓએ મોરબી સામાકાંઠે આવેલા પરશુરામ પોટરી ખાતે હેલિપેડ પર ઉતરી અને બાદમાં જેલ રોડ પર આવેલા સભા સ્થળ પર 4 વાગ્યાની આસપાસ પહોંચશે જેના માટે મોરબી પોલીસે પણ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને મોરબી એસપી એસ આર ઓડેદરાએ ડીવાયએસપી રાધિકા ભારાઈ સહિતના અધિકારીઓએ સભા સ્થળ અને હેલિપેડ તેમજ ત્યાંથી આવવા જવાના રસ્તાઓ પર રિહર્સલ પણ કરી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે આ સાતજે જ મોરબીમાં આચારસંહિતાનુ પણ પાલન કરવાનું હોય તમામ જગાયે પોલીસનની જુદી જુદી ટિમો તૈનાત કરાવી દેવામાં આવી છે તો બીજી બાજુ વહીવટી તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી સભા સ્થળે કોવિડ ૧૯ ના નિયમો જળવાઈ રહે એ માટે વ્યવસ્થા પૂર્ણ કરી દેવામાં આવી છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા સીએમ જ્યાં પસાર થવાના છે એ રોડ પરના તૂટેલા રસ્તાઓ તાબડતોબ રીપેર કરાવી નાખ્યા છે ત્યારે લોકો આટલા સમયથી જે રસ્તાઓ ના સમારકામ કરવાનું કહેતા હતા એ વગેર કોન્ટ્રાક્ટ કે વગર બજેટે બનાવી નાખવામાં આવતા લોકોમાં પણ કચવાટ જોવા મળી રહ્યો છે હાલ આવતીકાલે મુખ્યમંત્રી રૂપાણી મોરબીમાં આવનાર છે જેના પ્રોટોકોલ મુજબની તૈયારીઓ પૂર્ણ કરી તંત્ર સજ્જ થઈ ચૂક્યું છે.