મોરબી માળિયા વિધાનસભા પેટા ચૂંટણી જંગ જીતવા ભાજપ અને કોંગ્રેસ પક્ષ પુરજોશમાં પ્રચાર અભિયાન ચલાવી રહ્યા છે જેમાં નેતાઓ મોટાભાગે સામસામી આક્ષેપબાજી સિવાય વિશેષ કાઈ કરતા નથી જોકે ચૂંટણીમાં પ્રજાના પ્રશ્નો અને મુદાઓ ભૂલી જવાતા હોય છે એ જ કારણ છે કે મોરબીના બોરિયાપાટી વિસ્તારના રહીશોએ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવ્યા છે
મોરબી પેટા ચૂંટણીમાં પ્રાથમિક સુવિધાઓ અને સ્થાનિક મુદાઓને આધારે મતદારો મતદાન કરવાના મુડમાં હોય તેમ લાગી રહ્યું છે જયારે આ મુદાઓને ઉડાવી દેવાની આવડત સત્તાધારી અને વિપક્ષ બંને પાસે છે વર્ષોથી અનેક સમસ્યાઓ વિવિધ વિસ્તારમાં જોવા મળી રહી છે છતાં તેના ઉકેલ માટે કોઈ નેતાઓ આગળ આવતા નથી ચૂંટણી સમયે મોટા મોટા વચનો આપવામાં આવે છે જે નિભાવવામાં નેતાઓ ઉણા ઉતરતા હોય છે જેથી ચૂંટણી સમયે મતદારોમાં રોષ જોવા મળે છે
આવી જ સ્થિતિ મોરબીના વોર્ડ નં ૧૨ માં આવેલ બોરિયાપાટી વિસ્તારની છે વાડી વિસ્તારમાં રોડ રસ્તા, ભૂગર્ભ ગટર,સ્ટ્રીટ લાઇટ અને આરોગ્ય સેવાઓ સહિતના પ્રશ્નો જેમના તેમ હોય અને નાગરિકો આવી પાયાની સુવિધાઓથી વંચિત રહી ગયા છે જેથી વિધાનસભા પેટા ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લત્તાવાસીઓએ કર્યો છે અને બેનરો પણ વિસ્તારમાં લગાવી દેવાયા છે.