મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં જુગારની બદી સદંતર નેસ્ત નાબૂદ કરવા પોલીસ બેડાને સૂચના આપી છે. જેને લઈ મોરબી એલ.સી.બી.એ દરોડા પાડી જાહેરમાં જુગાર રમતા ત્રણ આરોપીઓને રૂ.૯૭,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડ્યા છે.
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાને લઈ મોરબી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોઢાણીયાનાં માર્ગદર્શન હેઠળ એ.બી.ડાભી, પીએસઆઈ એન.એચ.ચુડાસમા તથા મોરબી એલ.સી.બી.ના પોલીસ સ્ટાફના માણસો કાર્યરત હતા જે દરમિયાન મોરબી એલ.સી.બી.ના અધિકારીઓને ખાનગી રાહે સયુકત બાતમી મળી હતી કે, મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ કર્મચારી સોસાયટીનાં નાકે જાહેરમાં અમુક લોકો જુગાર રમી રહ્યા છે. જે હકીકતનાં આધારે અધિકારીઓએ રેઇડ કરતા સ્થળ પર જુગાર રમતા પ્રવિણભાઇ અંબારામભાઇ પટેલ, વિશાલ વલમજીભાઇ પટેલ અને હાર્દિકભાઇ હરેશભાઇ પટેલ નામના ત્રણ શખ્સો ઝડપાયા હતા. જેમની પાસેથી રોકડા રૂ. ૯૭,૦૦૦/- નો મુદામાલ પોલીસે જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.