વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે એક સપ્તાહ સુધી દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબી જીલ્લા ભાજપ મહિલા મોરચા અને ડૉકટર સેલના સહયોગથી જિલ્લામાં 900 જેટલી વિદ્યાર્થીનીઓના હિમોગ્લોબીન ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને લોહીની ઉણપ જણાઈ તેવી વિદ્યાર્થીનીઓને દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મોરબી ભાજપનાં જિલ્લા મહામંત્રી અને કાર્યાલય પ્રભારી રણછોડભાઈ દલવાડી દ્વારા મીડિયાને જણાવવામાં આવ્યું હતું કે, ગત તારીખ ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ મોરબી જીલ્લા ભાજપ ડોકટર સેલ તથા જીલ્લા મહીલા મોરચા દ્વારા મોરબી જીલ્લામાં અલગ અલગ ૪ સ્થળે હીમોગ્લોબીન ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ૯૦૦ જેટલી દિકરીઓનું હિમોગ્લોબીન ચેકઅપ કરાયુ હતું. જેમાં જીલ્લા ભાજપ ડોકટર સેલના સંયોજક ડો.વિજયભાઈ ગઢીયા તથા તેમની ટીમ તેમજ જીલ્લા મહીલા મોરચાના પ્રમુખ સંગીતાબેન ભીમાણી તથા તેમની ટીમ સહભાગી થઈ હતી. તેમજ મોરબી જીલ્લાના લેબોરેટરી ટેકનિશિયન એસોસિએશનના ટેક્નિશિયન મિત્રો દ્વારા કેમ્પ દરમિયાન જરૂરી સેવાઓ સંપૂર્ણ નિઃશુલ્ક પુરી પાડી હતી. તેમજ ઓછુ હિમોગ્લોબીન હોય તેવી દિકરીઓને દવાઓ પણ વિનામુલ્યે આપવામાં આવી હતી. તેમજ કેમ્પમાં મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા તથા ભાજપના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહયા હતા.