Monday, November 25, 2024
HomeGujaratમોરબી તાલુકાના બેલા ગામે ચોરીના ઇરાદે એક્સીસ બેન્કના એટીએમ મશીન તોડનારા ત્રણ...

મોરબી તાલુકાના બેલા ગામે ચોરીના ઇરાદે એક્સીસ બેન્કના એટીએમ મશીન તોડનારા ત્રણ અજાણ્યા ઇસમો વિરૂદ્ધ ગુનો નોંધાયો

મોરબીના બેલા ગામે આવેલ એક્સીસ બેન્કના એટીએમ રૂમમાં ત્રણ ઈસમો રાત્રી દરમિયાન ઘુસીને એટીએમ મશીન તોડ્યું હતું જે બાબતે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

જ્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બેલા ગામે આવેલ ગ્રામ પંચાયત ઓફિસની બાજુમાં આવેલ એક્સિસ બેન્કના એટીએમ રૂમમાં ઇસમો દ્વારા અપપ્રવેશ કરવામાં આવ્યો હતો. બાદ એટીએમ રૂમમાં પડેલ બંધ મશીનને ચોરી કરવાના ઇરાદે તોડી ચોરી કરવાના પ્રયાસ કર્યા હતા જે ઘટના સીસીટીવી માં કેદ થઈ હોય ત્યારે 22 થી 30 વર્ષના અજાણ્યા ત્રણ ઇસમો વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ મોરબીના રવાપર રોડ પર આવેલ એક્સિસ બેન્કના એટીએમ ને પણ તોડવાના પ્રયાસો કરાયા હતા બાદ ફરીવાર એક એક્સિસ બેન્કના એટીએમ ને તોડવાના પ્રયાસ કરવામાં આવ્યા છે ત્યારે આ અંગે પોલીસ મથકએ ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!