Sunday, September 8, 2024
HomeGujaratમોરબીમાં ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા એકનુ મોત :એક યુવાન ઈજાગ્રસ્ત

મોરબીમાં ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા એકનુ મોત :એક યુવાન ઈજાગ્રસ્ત

મોરબી જિલ્લામાં ટ્રક ચાલકો બેફામ રીતે પોતાનું ટ્રક ચલાવી લોકોને જિંદગી જોખમમાં મૂકે છે. અને વારંવાર આવા ટ્રક ચાલકોના કારણે અકસ્માતોના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે ગઈકાલે બપોરના બારેક વાગ્યાના અરસામાં એક ટ્રક ચાલકે બાઈકને પછાડી હતી. અને બાઇકમાં સવાર એક યુવકને કચડી નાખતા મોત નીપજ્યું હતું. જ્યારે એકને ઇજાઓ પહોંચી હતી. જે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગઈકાલે બપોરના બારેક વાગ્યાના અરસામાં મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર સરતાનપર રોડની ચોકડી નજીક મકનસર ચોકી પાસેથી લલ્લુભાઇ મુન્નાભાઇ નિશાદ અને સોવરન બાબુરામ નિશાદ પોતાની GJ-36-A-5513 નંબરની મોટરસાયકલ લઈ જતા હતા. તે સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવતી RJ-09-GD-7033 નંબરની ટ્રકના ચાલકે બાઈકને ઠોકર મારતા બંને નીચે પછડાયા હતા. તેમજ બાઈકમાં પાછળ બેસેલ સોવરન બાબુરામ નિશાદ રોડ પર પટકાયા હતા. અને ટ્રકના ચાલકે તેના પર પોતાનું ટ્રક ફેરવી દેતા સોવરનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું. જ્યારે લલ્લુભાઈને ગંભીર ઇજા પહોંચતા તેને સારવારમા ખસેડવામાં આવ્યો હતો. જે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!