કચ્છ માં આવેલ માતાના મઢ એ ઘણા શ્રદ્ધાળુઓ નવરાત્રી દરમિયાન પગપાળા જતા હોય છે ત્યારે નવરાત્રી દરમિયાન આઠમા નોરતે એટલે કે આઠમના દિવસે માતાના મઢ ખાતે આઠમના ચામર અને પતરીવિધિ કરવામાં આવે છે ત્યારે ચાલો જાણીએ શું છે આઠમના ચામર અને પતરીવિધિ નો મહિમા..
કચ્છના ઇતિહાસ ની વાત કરીએ તો તે હર હંમેશ અનોખો રહ્યો છે ત્યારે ઇતિહાસમાં ડોકિયું કરીએ તો, કચ્છ મહારાજ પ્રાગમલજી ત્રીજા અથવા તેમના નિમેલા પરિવાર પ્રતિનિધિ દ્વારા માતાના મઢ ખાતે નવરાત્રી દરમિયાન આઠમના દિવસે ચામર અને પતરી વિધિ કરવામાં આવતી હોય છે. સૌપ્રથમ તેમના પરિવાર પ્રતિનિધિ હવન પૂર્ણ થયા બાદ આઠમના દિવસે ચાચર કુંડમાં સ્નાન કરે છે સ્નાન કર્યા બાદ ચાચર ભવાની અને ગણપતિ મહારાજની પૂજા અર્ચના કરે છે. ગણપતિ મહારાજ અને ચાચર ભવાનીની પૂજા કર્યા બાદ ચામર લઇ વાજતે ગાજતે માતાના મઢ મંદિરમાં પ્રવેશ કરે છે અને પૂજા વિધિ કરે છે.
પૂજા વિધિ કર્યા બાદ વર્ષ માં એક જ વાર ફકત માતાના મઢની સીમમાં થતી પતરી નામની વનસ્પતિ ને માતાજીના પ્રિય ફૂલ માનવામાં આવે છે. આ વનસ્પતિને માતાજીના જમણા ખભા પર મૂકવામાં આવે છે. બાદ પખવાજ અને ડાકલા વગાડવામાં આવે છે જે સાથે મહારાવ કે તેમના પ્રતિનિધિ જમણા પગે ઝોળી ફેલાવી ને ઉભા રહે છે ત્યાર બાદ માતાજી ના ખભે રાખેલ પતરી પ્રસાદ આપોઆપ ઝોળી માં આવી જાય છે ઉપરાંત અહીં એવી માન્યતા છે કે જો માતાજી રાજી હોય તો પતરી થોડી જ વારમાં મળી જાય છે અથવા દસ થી પંદર મિનિટ સુધી પખવાજ અને ડાકલા વગાડવામાં આવે છે બાદ માતાજીના ખભા પરથી પતરી મળતી હોય છે. પતરી પહેલા માં ના ખભા પરથી બે ત્રણ ઇંચ ઉપર જાય છે અને ત્યારબાદ મહારાવ આ પતરી ને ધારણ કરે છે. આ પરંપરા ઘણા વર્ષોથી ચાલી આવે છે. ત્યારે આ વર્ષે રાજકુળ ના હનુવંતસિંહ મદનસિંહ જાડેજા પતરી વિધિ કરી શક્શે.
માઁ આશાપુરા પોતે આપે છે ઝોળી માં પતરી નો પ્રસાદ વિડિઓ જોવા માટે લિંક પર ક્લિક કરો