મોરબી શહેરના જુદા-જુદા વિસ્તારોમાં કાલે વીજકાપ ઝીંકવામાં આવ્યો છે. વીજ તંત્ર દ્વારા ઉનાળામાં પાવરકાપના ઝટકાથી લોકોની મુશ્કેલી વધશે. ત્યારે પીજીવીસીએલ દ્વારા આવતીકાલે નવા લાઇન કામ તથા નવા ટી.સી. ઉભા કરવાની કામગીરી તથા મેન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી વીજકાપ મુકવામાં આવ્યો છે.
PGVCL દ્વારા જણાવ્યા અનુસાર, આવતીકાલે તારીખ ૦૨.૧૦.૨૦૨૨ ના રવિવારના રોજ નવા લાઈન કામ તથા નવા ટી.સી. ઉભા કરવાની કામગીરી તથા લાઈન મેન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી PGVCL ના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી હોસ્પીટલ ફીડર સવારે ૦૩:૩૦ થી બપોરના ૦૩.૩૦ વાગ્યા સુધી બંધ રહેશે, જેની આ ફીડરમા આવતા તમામ વિજ ગ્રાહકોને નોંધ લેવા જણાવાયું છે. તેમજ વાવડી રોડ પરના વિસ્તાર જેવા કે રવિ પાર્ક, લોમજીવન, ભારતપરા, ભગવતીપરા, ખ્વાજા પેલેસ, ગણેશનગર, મીરા પાર્ક, મિલન પાર્ક, જનકનગર, સ્વાતી પાર્ક, રામ પાર્ક, નીરવ પાર્ક વગેરે તથા જોન્સ નગર, સાવસર પ્લોટ, અયોધ્યાપુરી રોડ, રામ ચોક, સિવિલ હોસ્પીટલ, જુના બસ સ્ટેન્ડ વાળો સરદાર રોડ, ટાઉન હોલ, તખ્તસિહજી રોડ, શિવમ સોસાયટી, સંજય સોસાયટી, ત્રિમૂર્ત સોસાયટી, દશા શ્રીમાળી વાડી, જલારામ મંદિર તથા સાવસર પ્લોટ વિસ્તારની તમામ હોસ્પિટલ વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે. તેમ PGVCL દ્વારા જણાવવામાં આવ્યું હતું,