મોરબી જીલ્લા કલેકટર જે બી પટેલે સમગ્ર વાંકાનેર તાલુકાના પ્રાંત અધિકારી નિરકુમાર ફુલસિંહ વસાવાએ પોતાની સત્તા બહારના ઓર્ડરો કર્યા હોવાનું ધ્યાને આવતાં મહેસુલ વિભાગમાં રિપોર્ટ કર્યો હતો જેના પગલે આજે ડે. કલેકટર એન.એફ.વસાવાને પાણીચુ પકડાવી પાટણ બદલી કરી દેવામાં આવતા વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.
મોરબી જીલ્લો બન્યા બાદ જિલ્લા કલેકટર કચેરી પણ બની હતી અને બાદમાં પ્રાંત અધિકારી ઓ પણ નિમાયા હતા પરન્તુ લોકોના પ્રશ્ન ને વાચા આપવાના બદલે આ કચેરીઓનો ઘણા અધિકારીઓએ લોકોના સાચા પ્રશ્નોને ન્યાય અપાવવાના બદલે સેટીંગ કરી કામ કરતા પણ ધ્યાનમાં આવતું જ હોય છે અને મોરબીની કચેરી એટલે વહીવટદારનું મોટું ઘર પણ ગણવામાં આવે છે ત્યારે મોરબીની પ્રથા મુજબ જ્યારે અધિકારીઓ બદલાય ત્યારે તેની સાથે સ્થાનિક વહીવટ દાર પણ બદલતો રહે છે પણ લોકો પોતાના સ્વાર્થ માટે સત્ય બોલતાં અચકાય છે ત્યારે આજે વાંકાનેર માં પણ કંઈક આવો જ કિસ્સો સામે આવ્યો છે.
વાંકાનેર ના પ્રાંત અધિકારી એન.એફ.વસાવાએ 15 જેટલા સાંથણીની જમીનોના ઓર્ડરો અને 07 જેટલા સત્તા બહારના ઓર્ડરો કર્યા હોવાની વાત જીલ્લા કલેકટર ને ધ્યાનમાં આવતા તેઓએ આજથી થોડા સમય પૂર્વે અઅઅ અહેવાલ સાથે મહેસુલ વિભાગને સોંપ્યો હતો જેમાં ડે. કલેકટર દ્વારા ગેરરીતિ અથવા તો સત્તાનો દુરુપયોગ કર્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું સાથે જ તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું જેમાં આજે સાંજે મહેસુલ વિભાગ દ્વારા ડે. કલેકટર એન.એફ.વસાવાને સસ્પેન્ડ કર્યા હતા અને તેની બદલી પાટણ કરી દેવામાં આવી હતી તેની જગ્યાએ હળવદ પ્રાંત અધી ગંગા સિંઘ ને તત્કાલીન ચાર્જ સોંપી દેવામાં આવ્યો છે જેને લઈને વહીવટી તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
જો કે આ તો ફક્ત 15 જેટલા ઓર્ડરોની જ વાત છે પરંતુ વાંકાનેર માં 45 જેટલા આવા ઓર્ડરો મોરબીના જ સ્થાનિક વ્યક્તિને વચ્ચે રાખી મોટી રકમ વસૂલી અધિકારીઓ દ્વારા કરાયા હોવાની વિગતો સુત્રોમાંથી સાંપડી રહી છે એટલું જ નહીં મોરબીમાં ભૂતકાળમાં એસીબી ની ટ્રેપ પણ વહીવટી તંત્રમાં સૌથી વધુ થઈ છે ત્યારે સામાન્ય માણસોને ન્યાય આપાવવા બેઠેલા અધિકારીઓ માટે સેટીંગ સિસ્ટમ નો ભાગ બની ગયો હોય તેવો ઘાટ મોરબીમાં જોવા મળી રહ્યો છે જો કે આવા મોરબીના અનેક ઓર્ડરો મોરબીના જ એક સ્થાનિક વ્યક્તિને સાથે રાખી કરવામાં આવ્યા છે જ્યારે સામાન્ય લોકોને તેની વિરુદ્ધમાં ઓર્ડરો કરી સચિવમાં અપીલ કરવા જણાવી દેવામાં આવે છે ત્યારે આગામી સમયમાં મોરબીમાં થયેલી છેલ્લા એક વર્ષના વિવાદિત ઓર્ડરો સાથેના પુરાવા સાથે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવનાર છે તેવું પણ જાણવા મળેલ છે ત્યારે હવે શું આ સંકજો ફક્ત વાંકાનેર ડે. કલેકટર સુધી જ રહેશે કે પછી આ ઓર્ડરમાં વહીવટ કરાવનારા વ્યક્તિ સુધી પણ રેલો આવશે એ આગામી સમય જ બતાવશે પરન્તુ મોરબીમાં કામ કરાવવા ફક્તને ફક્ત રૂપિયા જોઈએ એ આ વાંકાનેર ના કિસ્સા પરથી સ્પષ્ટ સાબિત થઈ ગયું છે.